Valentine's Day February 12, 2019

ફેબ્રુઆરી મહિનો આવે એટલે યુવા હૈયાઓ વેલેન્ટાઇન ડેની રાહ જોવા લાગે છે. અત્યારે તો ચોકલેટ-ડે થી લઇને ટેડી ડે, હગ-ડે વગેરે દિવસોની ઉજવણી દ્વારા પ્રેમનો અહેસાસ કરાવવામાં આવે છે. પ્રેમનો આ ઉત્સવ આપણે આપણા દરેક પરિવારજનો, મિત્રો અને સ્વજનો સાથે ઉજવી શકીએ છીએ.
પ્રેમ જતાવવા કોઇ એક દિવસ પૂરતો નથી એ સાચી વાત પરંતુ કોઇ એક દિવસે ખરી ઉજવણી કરીને દિવસને યાદગાર બનાવી શકીએ.
બાળકો માતા-પિતાએ આપેલ પ્રેમ,કાળજી, સંભાળના બદલે તેમને મનપસંદ ગિફ્ટ આપીને ‘આભાર’ વ્યક્ત કરી શકે છે.
સમગ્ર પરિવારના સભ્યો માટે ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર પ્લાન કરી શકાય જેમાં સરપ્રાઇઝ તરીકે પરિવારજનોને ભાવતી વાનગી બનાવી શકાય.
માતા-િ5તા પણ બાળકોની જરૂરિયાતની વસ્તુ સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપી પોતાની લાગણી વ્યક્ત કરી શકે.
ઘણા લાંબા સમયથી ન મળેલ મિત્ર કે સ્વજનને સરપ્રાઇઝ આપવા ટેલિફોન કરી મળવાનું ગોઠવી શકાય અથવા ઘેર કે ઓફિસ પહોંચી સરપ્રાઇઝ આપી શકાય.
બાળકોમાં પણ વેલેન્ટાઇન ડેની સમજણ આપવા તેના ફ્રેન્ડસને બોલાવીને પાર્ટી કરી શકાય.
સોસાયટીમાં પણ ગૃહિણીઓએ સાથે મળીને સોસાયટી-ડેકોરેટ કરીને નાની આઇસક્રીમ પાર્ટી કે નાસ્તા પાર્ટી કરી આ દિવસને ખાસ બનાવી શકાય.
ટીનએજ સંતાનોને વેલેન્ટાઇનનો સાચો અર્થ સમજાવતા ઘરને ડેકોરેટ કરીને કે ખાસ ડ્રેસ કોડ નક્કી કરીને પણ આ દિવસને ખાસ બનાવી શકાય.
ઘરમાં વડીલો હોય તો તેનું આપણા જીવનમાં ખાસ સ્થાન છે તે જતાવવા તેમને મનગમતા સ્થાન પર ફરવા લઇ જઇ શકીએ કે પછી તેમને ગમતી ગિફ્ટ આપી શકીએ.
આ બધાથી વધારે વેલેન્ટાઇન-ડે ખાસ બનાવવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય. હોસ્પિટલમાં દર્દીઓને દવા, ફ્રૂટ, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ કે પછી હેન્ડીકેપ્ટ લોકોને મદદ કરી શકાય.