પિયાવામાં બે સંતાનો સાથે માતાનો આપઘાત

 અકળ કારણોસર
ઝેર પી જિંદગી ટૂંકાવી લેતા ગામમાં અરેરાટી
જુનાગઢ તા.11
વિસાવદર તાલુકાના પિયાવા ગામે રહેતા અરૂણાબેન હરસુખભાઇ સાવલીયા (ઉ.વ.34) એ આજે બપોરના 12 વાગ્યાના અરસામાં પોતાની દીકરી રાશી (ઉ.વ.7) તથા દિકરા લક્ષ (ઉ.વ.4) ને ઝેરી દવા પીવડાવી દઇ તેણીએ પણ ઝેરી દવા ગટગટાવી ગઇ હતી જેની જાણ પરીવારજનોને થતાં બંન્ને બાળકો અને તેની માતાને 108 દ્વારા વિસાવદર હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જયાં ફરજ પરના તબીબે લક્ષ હરસુખભાઇ સાવલીયાને મૃત જાહેર કર્યા હતા અને ગંભીર હાલતમાં અરૂણાબેન તથા રાશીને જુનાગઢ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવયા હતો. જયાં 108ના સ્ટાફ અને જુનાગઢ હોસ્પીટલના તબીબોની ખુબ જ મહેનત છતાં અરૂણાબેનનું અને તેની દીકરી રાશીબેનનું સારવાર દરમ્યાન મોત નીપજવા પામ્યુ હતું. આ બનાવ અંગે વિસાવદર પોલીસમાં લખાયેલ એડી મુજબ વિસાવદરના ખપાવા ગામે બપોરના 12 વાગ્યાના અરસામાં અરૂણાબેને હરસુખભાઇ સાવલીયાએ કોઇ અગમય કારણોસર પોતાની દીકરી રાશી તથા દીકરા લક્ષને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી ગયા હતા. જુનાગઢ જીલ્લાના અને વિસાવદર તાલુકાના ખોબા જેવડા પિપાવા ગામે ખેડુત પરીવારની પરિણીતાએ પોતાના બે બાળકોસાથે સામુહિક આપઘાત કરી લેતાં પીપાવા ગામ ઉબકે ચડયું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પિપાવા ગામના ખેડુત અને સાવલીયા પરિવારના હરસુખભાઇ સાવલીયાએ મરણ જનાર તેમના પત્ની અરૂણાબેન સાથે આજથી આઠ-નવ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને તેમનો સંતાનમાં એક દિકરો તથા એક દીકરી હતી. સાધારણ પરંતુ સુખી જીવન જીવતા આ પરિવાર ઉપર કાળે ઓચીંતો પંજો મારતાં હાલમાં આ પરિવારનો કાળે એક સાથે ત્રણનો ભોગ લીધો છે અને પરિવારનો માળો વિખેરાય જવા પામ્યો છે. વિસાવદર પાલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.
હજુ ગયા રવીવારે ત્રીજી તારીખે વિસાવદરના જેતલવડ ગામે ગઢવી પરિવારની એક પરિણીતાએ પોતાના 4 સંતાનોને કુવામાં ધકેલી દઇ પોતે પણ કુવો પુરતાં 3 સંતાનોના મોત થવા પામયા હતા ત્યારે જ વિસાવદર પંથકમં એક અઠવાડીયામાં માતાએ તેના બે વ્હાલસોયા બાળકોને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા ગટગટાવી જઇ કાળનો કોળીયો બની જતાં વિસાવદર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.