એલર્ટ એલર્ટ... 108ની ચોરીFebruary 11, 2019

છાપી: બનાસકાંઠાના છાપી ખાતે એમ્બ્યુલન્સ 108ની ચોરી થઈ છે. અજાણ્યા શખ્સે એમ્બ્યુલન્સને ચોરીને નાસી ગયા છે. છાપીના ડાયમંડ કોમ્પ્લેક્ષ ખાતે 108 ને પાર્કિંગ કરવામાં આવી હતા.
અને ત્યાંથી તેની ચોરી થઈ છે. એમ્બ્યુલન્સની ચોરી કરનારા શખ્સોએ તેમાં લગાવેલી જીપીએસ સીસ્ટમ પણ બંધ કરી દીધી છે.
સમગ્ર મામલે 108ના કર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી. ચોરીની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં અજાણ્યા શખ્સો ચોરેલી એમ્બ્યુલન્સને રિવર્સ લેતા જોવા મળી છે. અને તેની ચોરી કરીને નાસી જાય છે.
--------