ફિલ્મ કા નામ સાંડ કી આંખ...February 11, 2019

મુંબઇ: મનમર્ઝિયા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપનો નવો પ્રોજેકટ ફિલ્મના કામચલાઉ શીર્ષકને પગલે વિવાદોમાં અટકી પડયો છે. ફિલ્મ અટકવાનું મુખ્ય કારણ ફિલ્મનું કામચલાઉ શીર્ષક વુમનિયા હતુ. આ શીર્ષકને પગલે લાંબા સમયથી પ્રીતીશ નંદી અને અનુરાગ કશ્યપ વચ્ચે વિવાદ છે. આ ટાઇટલને નંદીએ પહેલાથી જ રજ્સ્ટિર કરાવ્યું છે. ફિલ્મની લીડ અભિનેત્રી તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે ફિલ્મના શીર્ષકની સત્તાવાર જાહેરાત કરી છે. અનુરાગે જણાવ્યું હતું કે અમે ટાઇટલ માટે 1 કરોડ નહીં આપીએ. તેમણે એ પણ લખ્યું કે તાપસી, ભૂમિ, તુષાર, નિધિ, શૂટર દાદીઓ અને તુષારે નક્કી કર્યુ છે કે ફિલ્મનું નામ સાંડ કી આંખ રાખીએ.