‘માહી’નો એક ઔર રેકોર્ડ

નવી દિલ્હી તા.11
મહેન્દ્ર સિંહ ધોનીએ ગઇકાલે પોતાના નામે વધુ એક સિદ્ધિ મેળવી હતી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝના ત્રીજા અને અંતિમ ટી20 મેચમાં ધોની ટી20 ફોર્મેટમાં 300 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
ધોની કુલ મળીને 12મો ખેલાડી છે, જેણે 300થી વધુ ટી20 મેચ રમી છે. તે ઈંગ્લેન્ડના લ્યૂક રાઇડની સાથે આ ફોર્મેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં 12માં સ્થાન પર છે. ધોનીએ પોતાના ટી20 કરિયરમાં 6136 રન બનાવ્યા છે. તેની બેટિંગ એવરેજ 38.35ની રહી છે. તેમાં 24 અડધી સદીનો સમાવેશ થાય છે.
આ યાદીમાં વિન્ડિઝનો ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ 446 મેચોની સાથે પ્રથમ સ્થાને છે. પોલાર્ડે આ ફોર્મેટમાં 8753 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 43 અડધી સદી છે. સૌથી વધુ T-20 મેચ રમનાર ભારતીય ખેલાડી
300 મેચ મહેન્દ્ર સિંહ ધોની
298 મેચ રોહિત શર્મા
296 મેચ સુરેશ રૈના
260 મેચ દિનેશ કાર્તિક
251 મેચ ગૌતમ ગંભીર
251 મેચ હરભજન સિંહ
250 મેચ વિરાટ કોહલી
ધોનીના 300 T-20 મેચ
169 મેચ ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી (IPL-145,
ચેમ્પિયન્સ લીગ-24)
96 મેચ ભારત માટે (T20Is)
30 મેચ પુણે સુપરજાયન્ટ
04 મેચ ઝારખંડ માટે