ધોનીએ જીતી લીધા ભારતીયોના દિલ

ઓકલેન્ડ તા.11
ગઇકાલે દિગ્ગજ ખેલાડી ધોનીનો 300મો ટી20 મેચ હતો, જેમાં તે માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ આ ક્રિકેટરે મેચ દરમિયાન પોતાના એક ફેનની સાથે મેદાનમાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે, મેચ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલા ધોનીને મળવા એક ફેન પોતાના હાથમાં તિરંગો લઈને સુરક્ષાનો ઘેરો તોડીને મેદાનમાં ઘુસી જાય છે અને કોઈ સમજે તે પહેલા તે ધોનીના પગમાં પડી જાઈ છે. અહીં તે પોતાના કુરતાથી ધોનીના શૂઝ લુછવા લાગે છે. આ વચ્ચે તેના હાથમાં રહેલા રાષ્ટ્રીય ધ્વજ જમીનને અડે તે પહેલા ધોની તેને હાથમાંથી લઈ લે છે અને તેમે ઝડપથી મેદાન બહાર જવાનું કહે છે.