કાલે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા February 09, 2019

 11 રાજ્યના 370 યુવકો અને 132 યુવતીઓ ગિરનારને સર કરશે
જૂનાગઢ,તા.9
જૂનાગઢમાં આવતીકાલે રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ રહી છે ત્યારે 11 રાજ્યના 370 યુવકો અને 132 યુવતીઓ ગિરીવીર ગિરનારને સર કરવા પવનવેગે મુકશે. જોમ-જુસ્સા સાથે પોતાનું મકસદ પાર કરશે અને પોતાની કાબેલીયત અને ક્ષમતા સાથે ગૌરવપદ સિધ્ધિ હાંસલ કરશે.
પ્રાકૃતિક અને ધાર્મિક દ્રષ્ટીએ ગિરીવીર ગિરનાર નું સ્થળ અનેરૂ છે તથા ગુજરાતનો સૌથી ઉંચો પર્વત ગીરનાર છે ત્યારે આ ગિરનારને સૌથી ઝડપે સર કરવો એ સૌકોઇ ખડતીલા યુવક-યુવતીઓનું સ્વપ્ન હોય ત્યારે રાજ્ઞય યુવક અને સાંસ્કૃતિક તથા રમત-ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢના ઉપક્રમે 12મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે રવિવારે સવારના યોજાશે.
બરોબર સવારના 7 ઠકોરે મહાનુભાવોના હસ્તે ફલેગ ઓપ આપવાની સાથે આ સ્પર્ધાનો પ્રારંભ થશે કુલ 4 વિભાગમાં યોજાઇ રહેલ આ સ્પર્ધામાં 11 રાજયોમાંથી 132 યુવતીઓએ ભાગ લીધેલ જેમાં સિનીયર વિભાગમાં 96 અને જુનિયર વિભાગમાં 36 બહેનો આ સ્ફર્દામાં છે જેમાં મધ્ય પ્રદેશની જ 50 બહેનોએ આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકેની તેની એન્ટ્રી નોંધાવેલ છે જ્યારે યુવકોમાં સિનીયર વિભાગમાં 292 તથા જુનિયર વિભાગમાં 78 સ્પર્ધકો સ્પર્ધામાં અહીં પણ મધ્યપ્રદેશના 105 સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી નોંધાવતા આ વર્ષથી સ્પર્ધામાં મધ્ય પ્રદેશના કુલ 15, ગુજરાતના 100, દિવના 54, બિહારના 2, મહારાષ્ટ્રના 42 અને હરિયાણાના 40 સ્પર્ધકો સહિત 11 રાજ્યનો કુલ 132 યુવતીઓ તથા 370 યુવકો મળી કુલ 502 સ્પર્ધકો આ સ્પર્ધામાં અને આવતીકાલે રવિવારે ગિરનારને બાથ ભંડવા દોટ મુકશે.