મહિને 500 આપવાની સરકારી જાહેરાત કિસાનોની મશ્કરી સમાન; હાર્દિક પટેલFebruary 09, 2019

 જામનગરમાં યોજાયેલ કિસાન સંમેલનમાં હાર્દિક પટેલના સરકાર પર આકરા પ્રહારો
જામનગર તા.8
અખિલ ભારતીય પંચાત પરિષદના નેજા હેઠળ આજે જામનગર નજીકના ઠેબા ચોકડી પાસે યોજાયેલા ખેડુત સંમેલનમાં પાટીદાર નેતા હાર્દિક પટેલએ રાજય અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં 2200 ખેડુતો અને ભારતમાં 1ર હજાર ખેડુતોએ આત્મહત્યા કરી છે જામનગર હાલારમાં છેલ્લા એક વર્ષમાં 14 ખેડુતોએ આત્મહત્યા કરી છે.
અખિલ ભારતીય પંચાયત પરિષદ ના નેજા હેઠળ ખેડુત અધિકાર સંમેલનનું જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આયોજન કરવામાં આવ્યું હતું. આજે બપોરે બે વાગ્યે આયોજીત આ સંમેલનમાં જીલ્લાભરમાંથી વિશાળ સંખ્યામાં ખેડુતો ઉમટી પડયા હતા.
પાટીદાર અનામત આંદોલન સમીતીના નેતા હાર્દિક પટેલએ આ સભામાં રાજય, કેન્દ્ર સરકારના ખેડુત વિરોધી નીતી હોવાનો આક્ષેપ કરી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, ખેડુતોને વર્ષે 6 હજાર એટલે કે દર મહિને પ00 આપવાની સરકારે જાહેરાત કરી છે જે મશ્કરી સમાન છે. અમારા ખેડુતોને પૈસા નથી જોઇતા પરંતુ કપાસના 1600 અને મગફળીના 1300 નો પોષણક્ષમ ભાવ આપો, બિયારણ ખાતર અને જંતુનાશક દવા ઉપરનો વેરો નાબુદ કરો ખેડુતો આપોઆપ કમાઇ લેશે. આજની ખેડુત સભામાં પણ ખેડુતો ગામડેથી જામનગર સુધી આવે નહી તે માટે ભાજપનાં આગેવાનોએ પ્રયાસ કર્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
જમીન રીસર્વેમાં થયેલી ગોળામારીના કારણે ખેડુતો પોતાનાં વારસદારને જમીન નહીં પરંતુ વેરઝેર આપી રહ્યું છે. કારણ કે સરકારે આડેધડ સર્વે કામગીરી કરી છે તેમાંથી વેરઝેર વધશે ધારાસભ્યોના પગાર વધી રહ્યા છે પરંતુ ખેડુતો પાક વિમો આપવા માટે પૈસા નથી રાજયનાં મંત્રી આર.સી.ફળદ્રુ અને ભાજપના અગેવાન રુપાલાને ખેડુત અંગેની કોઇ જાણકારી નથી છતાં ખેડુતોને સમજાવ્યા નીકળ્યા છે. ખેતરમાં બળદ ને અઢી વર્ષ બદલાવી નાંખવામાં આવે છે અહિ રપ વર્ષ થી સત્તામાં છે હવે બદલવી જરુરી છે. ભાજપનાં નેતા કહે છે કે 1984 માં લોકસભામાં માત્ર બે સભ્ય હતા તો આજે પણ બે જઇ એક મોદી અને બીજા અમીત શાહ
ખંભાળીયાનાં ધારાસભ્ય વિક્રમ માડમે પ્રવચનમાં જણાવ્યું હતું કે હું આગામી લોકસભાની ચુંટણી લડવાનો નથી અને કયારેય પણ કોંગ્રેસ છોડવાનો નથી.
આજે રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ ખેડુત તરીકે આવ્યો છું ખેડુતના પ્રશ્ર્ને આજે સભા યોજાઇ છે. પરંતુ ભાજપના કોઇ નેતા ફરકવ્યા જ નથી આજે ખેડુતો મજુરોની હાલત કફોડી બની છે આ કેન્દ્ર સરકાર વાયદા કરવામાં નંબર વન છે. અગાઉ પીપરરોડા ગામમાં લડત ચલાવી ખેડુતોને ન્યાય અપાવ્યો હતો જો ભાજપ સરકાર સારા કામ કરતી હોય તો શા માટે કોંગ્રેસ માંથી નેતાને આયાત કરે છે? ત્રણ રાજયમાં ભાજપને હાર મળતા હવે તેઓ રઘવાયા થયા છે.
સંત મહાસભાના આગેવાન ચક્રયાણીજીએ જણાવ્યું હતું કે વિરો અને તપસ્વીઓની ભૂમિ જામનગરને મારા વંદન છે. ભગતસિંહે અંગ્રેજો સામે લડાઇ કરી તો દેશદ્રોહનો કેઇસ કરાયો આજે હાર્દિક પટેલ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરી તેની મુશ્કેલી વધારવામાં
આવી છે.
પાંચ વર્ષથી મન કી બાત કરવામાં આવે છે પરંતુ કામની વાત થતી જ નથી લડત નબળી ન પાડતા ઇતિહાસ ચોકકસ બદલાશે તેમ સ્વામીજીએ જણાવ્યું હતું.
આ ખેડુત સંમેલનમાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા, પ્રવિણ મુસડીયા, અને વલ્લભ ધારવીયાએ પણ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. ઉપરાંત પ્રવિણ રામ, રાજકોટના ઇન્દ્રનીલ રાજયગુરુ, જામનગર મહાનગર પાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, પ્રદેશ કોંગ્રેસ મંત્રી યુસુફ ખફી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ સાગર રબારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આયોજક સંસ્થામાં રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ જયંતિભાઇ સભાયા જામનગર જીલ્લાનાં દિગુભા જાડેજા પણ ઉ5સ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન મનોજ પનારાએ આભાર વિધી દિનુભા જાડેજાએ કરી હતી.