ટ્રાફિક નિયમન: નિયમો દ્વારા નિરાકરણનો પરિશ્રમFebruary 09, 2019

થોડા વર્ષો પહેલા હિંદી ફિલ્મ અભિનેતા સલમાન ખાને મોડી રાત્રીના ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ વ્યક્તિને કચડી નાખ્યા હતા. એ સમયે તેના પર હીટ એન્ડ રનનો કેસ ચાલેલો ત્યારે આ શબ્દ લોકો માટે નવો હતો પરંતુ ત્યારબાદ ‘હીટ એન્ડ રન’ના અનેક કિસ્સાઓ જોવા સાંભળવા મળ્યા તાજેતરમાં રાજકોટમાં આવા ‘હીટ એન્ડ રન’ના કેસમાં નિદોર્ષ વિદ્યાર્થીની મૃત્યુ પામી હતી.
આ વિદ્યાર્થીનીને ન્યાય મળે તે માટે લડત પણ ચલાવવામાં આવી હતી પરંતુ એ વિદ્યાર્થીનીનું અમૂલ્ય જીવન રોળાઇ ગયું અને જે કારચાલક મહિલા હતી તે પણ જવાબદારી સ્વીકારવાના બદલે ફરાર થઇ ગઇ.
આ બનાવ અને આવા બીજા અનેક બનાવ બને છે જેમાં રોડ પર લોકોએ જીવ ગુમાવ્યા હોય. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના પરિણામ સ્વરૂપ પણ આ બધા જીવલેણ અકસ્માતો બનતા હોય છે. પરંતુ લોકો આ બાબતે ગંભીર નથી હોતા અને જાગૃત પણ નથી હોતા.
ફક્ત જ્યારે કોઇ ગંભીર ઘટના બને ત્યારે ચર્ચા, આંદોલન અને વિરોધ પ્રદર્શિત કરે છે. ખરેખર તો આજે મેટ્રોસિટી કે નાના શહેરમાં દરેકને ટ્રાફિક સમસ્યા પજવતી હોય છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ વાહનોની સંખ્યા પણ વધે છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ટુ વ્હિલરોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે તેમજ રિક્ષા, સિટીબસ, અને ખાનગી ટ્રાવેલ્સની બસ વગેરે ભેગા થાય પછી તો પૂછવું જ શું? ટ્રાફિકના નિયમો જાણે ફક્ત લાઇસન્સ લેવા માટે જ જાણવા જરૂરી હોય એવું લાગે. ગુજરાત બહાર જો જાવ તો હજુ પણ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા જોવા મળે છે. પરંતુ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો ટ્રાફિક નિયમોનું બિલકુલ ગંભીરતાથી પાલન કરવામાં આવતું નથી એટલું જ નહીં બીજાનો વિચાર કર્યા વગર આડેધડ પાર્કિંગ, બિનજરૂરી હોર્નનો પ્રયોગ, ખૂબ આત્મવિશ્ર્વાસપૂર્વક રોંગ સાઇડમાં દાખલ થઇ જવું, બેફામ સ્પીડથી ઓવરટેઇક કરવું ટ્રાફિક જામ વચ્ચે પણ પોતાના વાહનને કોઇપણ ભોગે બહાર કાઢવાના પ્રયત્નો કરવા તેમજ સાઇડ બંધ થવા છતાં સ્પીડમાં વાહન હંકારી જવું, કારમાં મોટેથી મ્યુઝીક વગાડવું, હેલ્મેટનો ઉપયોગ ન કરવો, ચાલુ વાહને મોબાઇલમાં વાતો કરવી, હેન્ડઝ ફ્રી લગાવી મ્યુઝીક સાંભળવું આ બધી બાબત બહુ જ સામાન્ય રીતે લેવામાં આવે છે. પરંતુ આ બધા કારણોસર જ શહેરના પીક પોઇન્ટ પર ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવા જેવી બની ગઇ છે. આ બધા પાછળ પણ અનેક કારણો જોવા મળે છે. અને સામાન્ય નાગરિકો ટ્રાફિક પોલીસ પર બ્લેમ કરે છે. સરકાર અને તંત્રને પણ આ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.પરંતુ આ જવાબદારી દરેકની છે ઘણી વાર ટ્રાફિક પોલીસ પણ પોતાની ડ્યુટી બજાવવાને બદલે આરામથી મોબાઈલ પર વાતો કરતા જોવા મળે છે.ઘણી વખત ખોટી રીતે પણ પરેશાની ભોગવવી પડે છે તો અમુક સમયે ખોટી રીતે વન વે કે પછી તંત્ર દ્વારા પણ પ્રશ્ર્નો ઉભા થતા હોય છે.ક્યાંક બિસ્માર હાલતમાં રસ્તા તો ક્યાંક ઓવરબ્રિજ વગેરે જાહેર કામોમાં વિલંબ ઉપરાંત રસ્તા પર રખડતા ઢોર પણ આફત ઉભી કરે છે.આ બધા વચ્ચે જાહેર માર્ગ પર ટ્રાફિકના નિયમની જાળવણી અને નાગરિકની સલામતી બાબત અનેક સમસ્યા ઉભી થાય છે ત્યારે તા.4 ફેેબ્રુઆરીથી તા.10 ફેબ્રુઆરી દરમિયાન 30માં રાષ્ટ્રીયમાર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે એ સંદર્ભે આ સમસ્યા માટે એકબીજા પર દોષારોપણ ન કરતા એક જાગૃત નાગરિક તરીકે નાનામાં નાના નિયમનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ તેમજ બીજાને અડચણરૂપ ન બનેએ,સામે પક્ષે પોલીસ અને તંત્ર પણ સક્રિય બની એ માટેના પ્રયત્નો કરે
એ જરૂરી
છે. વસ્તી વધતા
વાહનોની સંખ્યા
પણ વધે છે લોકોના
જીવન ધોરણમાં સુધારો
આવ્યો છે ત્યારે શહેરોમાં
ટ્રાફિકની સમસ્યા
આફતરૂપ બનતી
જાય છે તા.4 ફેેબ્રુઆરીથી
તા.10 ફેબ્રુઆરી દરમિયાન
30માં રાષ્ટ્રીયમાર્ગ સલામતી
સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે એકબીજા પર દોષારોપણ ન
કરતા સહિયારા પ્રયત્ન વડે શહેર
રાજ્ય અને રાષ્ટ્ર માટે
પ્રેરણારૂપ બનીએ