જાગૃત રહો...સુરક્ષિત રહો...February 09, 2019

સૌરાષ્ટ્રના શહેરોમાં ટ્રાફિક સમસ્યા ગંભીર બનતી જાય છે હાઇ-વે પરના એક્સીડેન્ટમાં માણસનું મૃત્યુ થાય એ કદાચ માની શકાય પરંતુ હવે છાશવારે શહેરના ભરચક વિસ્તારોમાં બસની ઠોકરે સાયકલ સવાર કે સ્કૂટર સવારનું મૃત્યુ કે પછી હીટ એન્ડ રનમાં લોકો મૃત્યુ પામે તે ઘટના સામાન્ય બની ગઇ છે. આ ઉપરાંત શહેરના હાર્દ સમા ચોક વિસ્તારમાં ટ્રાફિક જામ એ શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની રહ્યા છે. ફક્ત પોલીસ કે તંત્ર પર દોષનો ટોપલો નાખવાથી કોઇ નિરાકરણ આવવાનું નથી શહેરના દરેકે દરેક નાગરિકે ઘરની બહાર નીકળે ત્યારથી ઘરે પાછા ફરે ત્યાં સુધી ટ્રાફિકના નિયમનું પાલન સાથે સાથે પોતાનું કોઇ વર્તન બીજાને મુશ્કેલીમાં મૂકે કે અડચણરૂપ નહીં થાય તે જોવું જરૂરી છે. જો આવું બનશે તો જ ટ્રાફિકની સમસ્યા તથા તેના દુષ્પરિણામોથી મુક્તિ મળી શકશે. 90% અકસ્માત
બાઇક સવારીના
રાજકોટ શહેરમાં જાન્યુઆરીથી ઓગસ્ટ 2018 એટલે કે આઠ
મહિના દરમિયાન અકસ્માતના 1980 બનાવો પોલીસ ચોપડે નોંધાયા
છે જેમાં સૌથી વધુ કુવાડવા પોલીસ સ્ટેશનમાં 517 કેસ નોંધાયા હતા.
શનિ-રવિ અને બુધવારના દિવસોમાં વધુ અકસ્માતો થતા હોવાનું તારણ આવ્યું છે. અકસ્માતના બનાવો નિવારવા હવે હેલ્મેટ કાયદાની કડકપણે અમલવારી કરાવવી જરૂરી છે. 2018 ના વર્ષના અકસ્માતના
આંકડા ચોંકાવનારા છે.
આ ઉપરાંત ઉંમરની વાત કરીએ તો 30થી 40 વર્ષના યુવાનો અકસ્માતમાં વધુ ભોગ બન્યા છે કુવાડવા બાદ આજી ડેમમાં અકસ્માતના 410 બનાવો નોંધાયા છે સ્વાભાવિક છે કે કુવાડવા અને આજી ડેમ જે બંને પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં હાઇ-વે આવતો હોવાથી ત્યાં અકસ્માતોની શક્યતા વધુ રહેતી હોય છે. રાજકોટ શહેરમાં મોટાભાગના અકસ્માતોમાં બાઇકનો સમાવેશ
થાય છે. 90 ટકા અકસ્માતમાં બાઈક હોય છે ત્યારે બાઈક ચલાવતી
વેળાએ હેલ્મેટ નહિ પહેરવું, ઓવરસ્પીડ રાખવી
અને કારચાલક દ્વારા સીટબેલ્ટ નહીં
બાંધવામાં આવ્યો હોવાનું તારણ
સામે આવ્યું છે. ક્યાંક રખડતા ઢોર તો ક્યાંક રોડ પરના ગાબડા વધારે છે પ્રજાની હાલાકી
શહેરની વસ્તી અને વિસ્તાર વધતા ટ્રાફિકની સમસ્યા ઘેરી બનતી જાય છે. લોકોમાં ટ્રાફિક સેન્સ વિકસે એ જરૂરી છે પરંતુ કયાંક પાર્કીંગ ઝોનના અભાવે ટ્રાફીક જામ થાય છે. કયાંક ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે સમસ્યા સર્જાય છે તો કયાંક પ્રજાની સગવડ માટે ઉભા કરાયેલ વન-વે જ પ્રશ્ર્નો ઉભા કરે છે. રખડતા ઢોર પણ ટ્રાફિક માટે સમસ્યા સર્જે છે અને તેના કારણે પણ જીવ ગુમાવ્યાના બનાવો છે.ઉપરાંત ચોમાસાની ઋતુમાં રસ્તા પરના ગાબડા પણ જીવલેણ બને છે.અમુક વખતે ટ્રાફિક નિવારવા બનાવેલ ઓવરબ્રિજના કામ સમયમર્યાદામાં પૂર્ણ ન થતા લોકોએ હાલાકી વેઠવી પડે છે.
રાજકોટ શહેરની વાત કરીએ તો ત્રિકોણબાગ, લીમડા ચોક, કોટેચા ચોક, રૈયા સર્કલ, માધાપર ચોકડી વગેરે પોઇન્ટ પર ટ્રાફીક નિયમન હોવા છતા લોકોને હાલાકી વેઠવી પડે છે. નિયમો સલામતી માટે છે... તેનો ભંગ શા માટે ?
ક્ષ ટ્રાફિક ના નિયમો જેવા કે વન-વે માં કે નો એન્ટ્રીમાં વાહન લઇને પ્રવેશ ન કરીએ
ક્ષ નો પાર્કીંગમાં વાહન પાર્ક ન કરીએ
ક્ષ ટ્રાફિક સિગ્નલનો અમલ કરીએ
ક્ષ જરૂર ન હોય ત્યાં હોર્ન વગાડીને અવાજનું પ્રદૂષણ ન કરીએ
ક્ષ વાહન ચલાવતી વખતે ટર્ન લેવા માટે સાઇડ આપવી વગેરેનો ખ્યાલ રાખીએ
ક્ષ કાર ડ્રાઇવિંગ વખતે સીટબેલ્ટનો ઉપયોગ ચોક્કસપણે કરીએ
ક્ષ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ ઘાતક બને છે તેનો ઉપયોગ ન કરીએ
ક્ષ શાળા, હોસ્પિટલ હોય તે એરિયામાં ઓછી સ્પીડે વાહન ચલાવીએ
ક્ષ યંગસ્ટર્સ બાઇક ચલાવવામાં સ્ટંટ કરે છે થોડી ક્ષણોની મજા ‘જાન’ લેવા બને છે.
ક્ષ દારૂ પીને અકસ્માત સર્જાયાના બનાવ પણ છાશવારે બનતા હોય છે તે અટકાવીએ
ક્ષ સૌરાષ્ટ્રમાં ટુ વ્હિલરમાં બેથી વધુ લોકોની સવારી બહુ સામાન્ય જોવા મળે છે. ટુ વ્હિલરમાં સમગ્ર પરિવાર જતો હોય અને અકસ્માત થાય તો શું દશા થાય? નંબર પ્લેટ..પીયૂસી...લાઇસન્સનો પણ રાખીએ ખ્યાલ
વાહન ચલાવવાના જ નિયમો છે એવું નથી પરંતુ પાસે લાઇસન્સ હોવું, પીયુસી સર્ટીફીકેટ હોવું તેમજ વાહન માટે જરૂરી પેપર્સ પણ પાસે હોવા આવશ્યક છે.
નંબર પ્લેટ પણ નિયમ મુજબ હોવી જરૂરી છે. ફેન્સી કે આડાઅવળા અક્ષરો પણ ન હોવા જોઇએ તેમજ કારમાં ગ્લાસ પર ડાર્ક સ્ક્રીન લગાડેલ ન હોવા જોઇએ પરંતુ આજે પણ અનેક ગાડીમાં આવા કાચ આપણને જોવા મળે છે અને તેના કારણે જ અનેક અપરાધીઓ બચી જાય છે.આજકાલ શાળાએ જતા બાળકોને પણ મા-બાપ વાહન આપી દે છે જે લાઇસન્સ વગર પણ આરામથી રોડ પર વાહન ચલાવે છે. રસ્તા પર બાઇક દ્વારા સ્ટંટ કે પછી ટુ વ્હિલર પર બે થી વધુ લોકોની સવારી કે પછી સમયની બચત કરવા વન-વેમાં ઘુસી જવું તેમજ પકડાયા બાદ યેન કેન પ્રકારે કાયદાની પકડમાંથી છૂટવાના પ્રયત્નો કરવા આ બધું આપણે સહજ સ્વીકારીએ છીએ