ગોહિલવાડના 13 ગામોમાં આક્રોશ; શાળા-ધંધા બંધFebruary 08, 2019

 માતાજીના મંદિરે ગ્રામજનોએ
બેસી ધરણાં
કર્યા; તંત્ર મુંજાયું
ભાવનગર તા.8
ભાવનગર જિલ્લાનાં 13 ગામોએ માઈનીંગના વિરોધમાં આજથી વેપાર ધંધા બંધ પાળીતેમજ બાળકોને શાળાએ નહિ મોકલી શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો છે. અને ઉંચા કોટડાનાં ચામુંડામાતાના મંદિરે ધરણામાં બેસી ગયા છે.
જિલ્લામાં મહુવા અને તળાજા તાલુકાનાં 13 ગામોમાં લોકોના વિરોધ વચ્ચે સિમેન્ટ કંપનીએ સીમેન્ટ ફેકટરી માટે માઈનીંગ થઈ રહ્યું છે.તેનાં વિરોધમાં ચાલતા આંદોલનને વધુ અસરકારક બનાવવા આજથી અસરપરસ 13 ગામોનાં લોકોએ વેપાર ધંધા બંધ પાળ્યા છે. અને અચોકકસ મુદત માટે બંધ તેમજ બાળખોને પણ સ્કુલે નહિ મોકલી શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો છે.
આંદોલનકરીઓએ માંગ ઉઠાવી છે કે માઈનીંગ તાકીદે બંધ કરી તાકીદે મેથળા બંધારાનું કામ હાથ ધરી પર્યાવરણનાં પગલા ભરવામં આવે આજે પ્રથમ દિવસે નીચાકોયડા ખાતે અસરગ્રસ્તો એકઠા થયા હતા અને ચામુડામાતાના મંદિરે ધરણામાં બેસયા હતા. આંદોલનકારીઓનાં સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઈ કલસરીયા ઉંચા કોટડા ગામે પહોચ્યા હતા અને ધરણામાં જોડાયા હતા. દરમ્યાન પોલીસ અને એસઆરપી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ શાહે જાહેરનામુબહાર પાડી તમામ તાલુકાનાં દાઠા, તલ્લી, બાંભોર, દયાળ, ઉંચાકોટડા, નીચા કોટડા, ભાટીકડા અને વાલર ગામમાં 144ની કલમ લાગુ કરી 4 કે તેથી વધુ લોકોને એકત્ર થવા પર અને રેલી યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.