જમીનમાં ટ્રસ્ટીઓના બદલે ટ્રસ્ટનું નામ રાખવા કલેક્ટરોને આદેશJanuary 19, 2019

જમીન માલિકીમાં થતાં વિવાદ ટાળવા ચેરિટી કમિશનરનો મહત્ત્વનો નિર્ણય રાજકોટ તા,19
રાજકોટ સહિત રજ્યભરમાં ટ્રસ્ટોને ફાળવવામં આવેલી જમીનમાં ટ્રસ્ટીઓ કવાદાવા કરી જમીનમાં માલિકી હકક ઊભા કરી વેચી નાખતા હોવાની ચોંકાવનારી ફરિયાદના પગલે ચેરીટી કમિશ્નરે રજકોટ સહિત તમામ જિલ્લાના કલેકટરોને ટ્રસ્ટોની જમીનમંથી ટ્રસ્ટીઓના નામ કમી કરી ટ્રસ્ટનું નામ જ માલિકી હકકમાં રાખવા આદેશ આપ્યો છે. સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ચેરીટી સંસ્થાઓની જમીનમાં મોટાપાયે ગરબડ કરી માલિકી હકકના દાવા કરવામાં આવે છે. પરિણમે રાજ્ય સરકારને અર્થિક નુકસાની સહન કરવામાં અવે છે. આથી ટ્રસ્ટોની મિલકતમં વિવાદ ટાળવા માટે ચેરીટી કમિશ્નરે કેટલાક મહત્વના સુધારા કરવાનો નિર્ણય કર્યો છે.
ચેરીટી કમિશ્નરે રાજકોટ સહિત રાજ્યભરના કલેકટરોને જણાવ્યું છે કે ચેરીટી કમિશ્નર હસ્તકની સંસ્થઓની જમીનમાં થઈ રહેલા માલિકી હકકના પ્રશ્ર્નો અટકવવા માટે અવી જમીનોમાં ટ્રસ્ટીઓના નામ દૂર કરી માત્ર ટ્રસ્ટનું જ નામ રખવ આદેશ કર્યો છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં આવેલ જાહેર ટ્રસ્ટોએ ચાલુ વર્ષનો વહિવટ ફાળી જમા નહી કરાવતા ચેરીટી કમિશ્નર કચેરી લાલધૂમ બની છે. એક મહિનાની મુદ્દત આપી તાત્કાલીક ફાળો જમા નહીં કરાવે તો ટ્રસ્ટ સામે ફોજદારી કરવા ચેતવણી આપી છે. સાર્વજનિક ટ્રસ્ટોના વહીવટી ફાળાની રકમ જમા કરાવી દેવા તેમજ બાકી હિસાબો રજૂ નહીં કરનારા સામે ચેરિટી કમિશનર વાય.એમ. શુકલે ફોજદારી કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. સાર્વજનિક ટ્રસ્ટના હિસાબો રજૂ ન કરવા બદલ કલમ-32 અને 33ની જોગવાઈ મુજબ ફોજદારી કાર્યવાહીને લાયક ગુનો બને છે. વહીવટી ફાળાની રકમ જમા ન કરાવનાર સામે કલમ-59(1)ની જોગવાઈ મુજબ ફોજદારી કેસ કરી શકાય છે અને ટ્રસ્ટના બેંક ખાતામાંથી બારોબાર રકમ વસૂલ કરવામાં આવશે.
સંસ્થા કે ટ્રસ્ટના હિસાબો ઓડિટ થતા હોય છે તેવા ટ્રસ્ટના બેન્ક ખાતા નંબર તાકીદે ઓડિટરે ચેરિટી કમિશનર કચેરીએ મોકલી આપવાના રહેશે. ટ્રસ્ટના કાયદા મુજબ ઓડિટરે ઓડિટ કરેલા હિસાબોની નકલ જે તે નોંધણી કચેરીને આપવાની રહેશે. કોઈ પણ ટ્રસ્ટીને ટ્રસ્ટ અધિનિયમની જોગવાઈને લગત દંડ થાય તો તેવા ટ્રસ્ટી ગેરલાયક ઠરી શકે છે. ગુજરાતમાં ત્રણ લાખથી વધુ ટ્રસ્ટો નોંધાયેલા છે. જેમાંથી અડધા ઉપરાંતના ટ્રસ્ટોએ વહીવટી ફાળાની રકમ જમા કરાવી નથી. આ ટ્રસ્ટોને 28મી ફેબ્રુઆરી સુધીમાં વહીવટી ફાળાની રકમ અને બાકી હિસાબો રજૂ કરવા માટે ચેરિટી કમિશનરે તાકીદ કરી છે.
રાજ્યમાં ચેરિટીની સંસ્થાઓની જમીનોમાં થઈ રહેલા માલિકી હક્કના પ્રશ્નો અને વહીવટને અટકાવવા માટે આવી જમીનોમાં ટ્રસ્ટીઓના નામ દૂર કરી માત્ર ટ્રસ્ટનું નામ જ માલિકીમાં રાખવા માટે ચેરિટી કમિશનર દ્વારા જિલ્લા કલેકટર સહિત રેવન્યુ વિભાગને નિર્દેશો આપ્યા છે. ચેરિટી કમશનરને અનેક કિસ્સામાં સંસ્થાના સભ્યાના વારસો પણ કેટલાક કિસ્સામાં વારસાઈ કરાવતા હોવાની ગંભીર બાબતો ધ્યાને આવી હતી.