મમતાની મહારેલી પર PMનો સીધો વાર, ‘ગમે તેટલા ગઠબંધન કરે, પણ તેમના કુકર્મોથી તેઓ નહિ બચે’January 19, 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ આજે બપોરે 1.30 વાગ્યે પીએમ મોદી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, સેલવાસની મુલાકાતે પહોંચ્યા હતાં. અહીં પીએમ મોદી વિકાસ કાર્યોના અનેક લોકાર્પણ કરવા પહોંચ્યા હતાં. અહીં પીએમ મોદીએ પોલીસ ટ્રેનિંગ કૅમ્પ્સની પાસે સભા પણ સંબોધી હતી. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે દાદરા નગર હવેલી અને સેલવાસમાં પણ 1400 કરોડથી પણ વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા હતા.

મોદીના સંબોધનની હાઈલાઈટ્સ:

છેલ્લાં વર્ષમાં સંઘપ્રદેશન નવી ઊંચાઈ પર
સૌનો સાથ, સૌના વિકાસના રસ્તે ચાલી રહી છે અમારી સરકાર
દાદરાનગર હવેલીમાં 200 કરોડના કાર્યોનું લોકાર્પણ કરાયું
સાયલીમાં પીએમ મોદી 150 બેડની મેડિકલ કોલેજનુ ઉદ્ઘાટન
બંને સંઘપ્રદેશમાં ખુલ્લામાં શૌચ અને કેરોસનથી સંઘપ્રદેશને મુક્તિ
આઝાદી બાદ સંઘપ્રદેશન મેડિકલ કોલેજ મળશે
ભવિષ્યમાં મેડિકલ કોલેજોની બેઠકો વધારાશે
ઉદ્યોગો માટે નવી ઔદ્યોગિક પોલિસી બનાવાઈ