આવે છે, અંબાણીનું ઓનલાઇન શોપિંગ નેટવર્કJanuary 19, 2019

ગુજરાતથી પ્રારંભ:
12 લાખ જેટલાં નાના વેપારીઓને અને દુકાનદારોને મળનારો લાભ
નવી દિલ્હી તા.19
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) અગામી દિવસોમાં તેનું ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ગુજરાતમાં શરૂ કરશે. જેમાં 1.2 મિલિયન રિટેલર્સ અને સ્ટોર ઓનર્સ (દુકાનદારો) પણ હશે. કંપની આ પ્લાનથી એમઝોન ડોટકોમ ઈન્ક
અને વોલમાર્ટ ઈન્કના ફ્લિપકાર્ટને ટક્કર આપશે.
ગત મહિનાથી ભારતે ઓનલાઈન રિટેલર્સ માટેના નિયમો સખ્ત કર્યા છે આવા તબક્કે મુકેશ અંબાણીની ગુજરાત માટે પાંચ જાહેરાત કરી છે, જે આ મુજબ છે:
(1) હવે જીઓનું નેટવર્ક 5-જી માટે સંપૂર્ણપણે તૈયાર છે. આગામી વર્ષોમાં ડિજીટલ કનેક્ટીવીટીમાં ગુજરાત અગ્રેસર રહેશે. માત્ર સ્માર્ટ સિટી નહીં પણ સ્માર્ટ વિલેજ માટે
રિલાયન્સે કટિબદ્ધતા વ્યક્ત કરી. (2) જીઓ અને રિલાયન્સ રિટેલ મળીને ઇ-કોમર્સનું નવું પ્લેટફોર્મ ઉભું કરશે. જેનો લાભ ગુજરાતના 12 લાખ નાના વેપારીઓ અને દુકાદારોને મળશે. (3) વિશ્ર્વ જ્યારે ઇલેક્ટ્રીક વ્હીકલ્સ તરફ આગળ વધી રહ્યું છે. ઇંધણ માટે હાઇવેલ્યૂ એવા નવા મટીરીયલનો ઉપયોગ કરશે. અંબાણીએ કહ્યું કે ઑઇલ-ટૂ-કેમીકલ સ્ટ્રેટેજી દેશની નિકાસમાં વધારો કરશે તથા રોજગારની નવી તકો સર્જશે. (4) પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં હાલ 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ યુનિવર્સિટીના વધુ વિકાસ માટે રિલાયન્સ 150 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને (5) ડિજીટલ ટેકનોલોજીની ક્ષમતાઓનો ઉપયોગ કરીને આવનારા દિવસોમાં રિલાયન્સ ફાઉન્ડેશન સફળતાની ગાથાઓમાં સતત વધારો કરશે.
મુકેશ અંબાણીએ ડોટાકોલોનાઇઝેશન સામે આંદોલનની હાકલ કરી હતી. ડિજીટલ ઇકોનોમીમાં યૂઝરના ડેટાનું સૌથી મહત્ત્વનો છે. યૂઝર અથવા ગ્રાહક શું ખરીદવું, શું ન ખરીદવું, કઈ સેવાનો લાભ લેવો કે ન લેવો વિગેરે નિર્ણય લે છે. આ તમામ વિગતો તથા યૂઝરની અંગત માહિતી (ડેટા) ફેસબુક, ટ્વિટર, એમેઝોન, ગુગલ જેવી કંપનીઓ પાસે હોય છે. આ ડેટાની મદદ તેઓ યૂઝરની નિર્ણયશક્તિ, નિર્ણય ક્ષમતાને નિયંત્રીત કરે છે. ડિજીટલ ઇકોનોમીનો વ્યાપ વધતા યૂઝરનો ડેટા અત્યંત મહત્ત્વનો બની ગયો છે. કારણ કે તેના આધારે ગ્રાહકની પસંદ જાણી શકાય છે અને તેને ઈચ્છા મુજબની દિશામાં વાળી શકાય છે. હાલ 15 કરોડથી વધુ ભારતીયોનો ડેટા ફેસબુક, ટ્વિટર, એમેઝોન જેવી કંપનીઓ પાસે છે. એટલે તેને ડેટા કોલોનાઇઝેશન કહેવાય છે. ‘ભારતના ડેટા પર વિદેશી નિયંત્રણ સામે આંદોલન જરૂરી’
મુકેશ અંબાણીએ તેમની સ્પીચમાં ડેટા કોલોનાઇઝેશન સામે ભારતીયોને રક્ષણ આપવા વડાપ્રધાનને અપીલ કરી હતી. તેમણે 150મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીજીને યાદ કરતા કહ્યું કે ગાંધીજીએ રાજકીય સંસ્થાનવાદ (પોલિટીકલ કોલોનાઇઝેશન) સામે આંદોલન છેડ્યું હતું. આજે, આપણે સાથે મળીને ડેટા કોલોનાઇઝેશન સામે નવું આંદોલન છેડવાની જરૂર છે. આજના નવા વિશ્વમાં ડેટા એ ઑઇલ સમાન છે. અને ડેટા એ નવી સંપત્તિ
(વેલ્થ) છે. ભારતના ડેટા પર ભારતીય લોકોનું નિયંત્રણ હોવું જોઈએ. ગ્લોબલ કોર્પોરેશનું નિયંત્રણ હોવું જોઈએ નહીં. આ નવી ડેટા ક્રાંતિમાં ભારતે પોતાનો ડેટા પરત મેળવવો પડશે. આશા છે કે વડાપ્રધાન તેમના ડિજીટલ ઇન્ડિયા મિશનમાં આ બાબતને પણ આવરી લેશે. માત્ર જામનગર નહીં, તમામ જિલ્લામાં મોટું રોકાણ
રિલાયન્સનું બિઝનેસ મોડેલ ચોક્કસ લોકેશન કેન્દ્રીત મર્યાદિત રોકાણથી ખસીને ગુજરાતભરમાં ડિસ્ટ્રીબ્યુશનઆધારિત વિશાળ રોકાણ રહેશે તેવી જાહેરાતનો મતલબ એ હોઇ શકે કે જામનગર રિફાઇનરીની જેમ એક જ સ્થળે મર્યાદિત રોકાણ નહીં પણ રાજ્યના તમામ જિલ્લામાં મોટું રોકાણ આ ઉપરાંત ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ડિજીટલ ટેકનોલોજીની ક્રાંતિકારી ક્ષમતાઓના ઉપયોગ દ્વારા ગુજરાત વિશ્વમાં મોડેલ બનશે તેનું તારણ એ કે આવનારા સમયમાં રિલાયન્સનું ફોકસ ડિજીટલ પર વધારે રહેશે. 5-જી માટે જીઓની તૈયારી અને ઇ-કોમર્સ પ્લેટફોર્મની જાહેરાત તેનું ઉદાહરણ છે.