શાબાશ! અઢી લાખની લોન, 25 રૂપિયા માફJanuary 19, 2019

 જયકિશાન ઋણ મુક્તિ યોજના હેઠળ જાહેર થયેલું લિસ્ટ બન્યું લોલીપોપ
ભોપાલ તા.19
મોટા મોટા બરાડા પાડનાર સરકારે કર્જમાફીનું એલાન તો જોરશોરથી કરી નાખ્યું. પરંતુ હવે આ
આંકડા તો ખેડુતોને રાતા પાણીએ રોવડાવે એવા છે. મધ્યપ્રદેશમાં લોન માફીના નામે ખેડૂતો સાથે એક મજાક કરવામાં આવી છે. રાજ્યના ખુરગોનમાં ખેડૂતો બે મહિનાથી જે લોન માફીની યાદીની રાહ જોઈ રહ્યા હતા અને હવે એ આવી તો તેઓ આશ્ર્ચર્ય પામ્યા હતા.
યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું કે ખેડૂતોની લાખોની લોનમાંથી ફક્ત 25 કે 30 રૂપિયા જ માફ કરવામાં આવ્યાં છે. ખેડૂતો આથી ખૂબ ગુસ્સે થયા છે અને
તેઓ કહે છે કે લોનની રકમ તો લાખમાં છે. તો પછી માફીની રકમ આટલી જ કેમ? વહીવટ મુજબ આ સૂચિ એ ખેડૂતોની છે કે જેના પર 31 માર્ચ, 2018 સુધીની લોન છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસે તમામ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનાં કર્જને માફ કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક કિશાન હોલમાં જય કિશાન ઋણ મુકિત યોજના હેઠળ દેવા માફીની સૂચિ મૂકવામાં આવી હતી.
યાદીનાં ખેડૂતોમાંથી જેતપુરના એક કિશાન પ્રકાશનુ કહેવું છે કે તેમના 25 રૂપિયા માફ થયા છે. તેમણે 2.5 લાખ રૂપિયાનુ કર્જ લીધુ હતુ. તેવી જ રીતે સિકંદરપુરાના ખેડૂત અમિતને 300 રૂપિયાની માફી મળી છે, જ્યારે તેનું 30 હજાર રૂપિયાનું દેવું છે. ખેડૂતો કહે છે કે અસુવિધાને ટાળવા માટે તેઓએ તેમના સ્તર પર ફરીથી લોન લીધી હતી, પરંતુ તેમ છતાં તેઓએ એવું કર્યું.
વિભાગ અનુસાર જિલ્લામાં લગભગ 2 લાખ 57 હજાર 600 ખેડૂતો ઉપર દેવું છે. આમાં એક લાખ 52 હજાર સહકારી બેંકો અને 20 હજાર 600 રાષ્ટ્રીયકૃત બેંકોના ખેડૂતોનો સમાવેશ થાય છે.
--------------------