સેલવાસમાં વડાપ્રધાન મોદીનાં હસ્તે સૌથી મોટી તોપનું લોકાર્પણJanuary 19, 2019

કરોડો રૂપિયાનાં વિકાસકામો પણ મોદીના હસ્તે લોકાર્પણ: સભામાં લાખો લોકો ઊમટી પડ્યા
સુરત તા,19
બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતના સેલવાસની મુલાકાતે છે. જ્યાં તેઓ 495 આદિવાસી ખેડૂતોને જંગલની જમીનમાં ખેતી કરવાના હક્કપત્રો આપશે. આ સિવાય કરોડો રૂપિયાના અન્ય પ્રકલ્પોનું પણ પીએમ મોદી
લોકાર્પણ કરવાના છે. પીએમ મોદી સેલવાસમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પીએમ મોદીના સેલવાસ આગમનને લઈને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોદીની સભામાં લગભગ 2 લાખ કરતા વધુ લોકો આવવાની સંભાવના છે. જેને લઈને 12 કંપની મિલેટ્રી ફોર્સ મહારાષ્ટ્રથી, 350 ગુજરાતથી, 250 જવાનો 7 એસપી 21 ડીવાયએસપી લો એન્ડ ઓર્ડરના બંદોબસ્તમાં રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડિયા ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્કના લોકાર્પણ માટે સુરતથી સેલવાસ જઇ રહ્યા છે. અહીં તેઓ સુરતના કઝ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવેલી ઊં-9 વજ્ર ટેન્કને દેશને સમર્પિત કરશે. ગુજરાત અને ખાસ કરીને સુરત શહેર માટે ગર્વની વાત છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ડિફેન્સની ડીલ મુજબ હજીરાના પ્લાન્ટમાં ઊં-9 વજ્ર ટેન્ક તૈયાર કરાઇ છે. કંપની આવી સો ટેન્ક તૈયાર કરી રહી છે. આજે વડાપ્રધાન મોદી સેલવાસની
(અનુસંધાન પાના નં.8)
મુલાકાતે, આર્મી ટેન્કનું કરશે લોકાર્પણ, સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. વાઈબ્રન્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનો કુંભમેળો, એરપોર્ટનું પાર્કિંગ પેક થઇ ગયું છે.
બોકસ
શું છે સૌથી મોટા ટેન્કની ખાસિયત?
કે/9 વજ્ર ટેન્કની ખાસિયત જોઈએ તો. તેની મહત્તમ રેન્જ 39 કિલોમીટરની છે. આ ટેન્ક દર 30 સેક્ધડમાં ગોળા ફેંકવામાં સક્ષમ છે. તે ત્રણ મિનિટમાં 15 જેટલા ગોળા ફેંકી શકે છે. દિવસ અથવા રાત્રે ગમે ત્યારે સેનાના જવાનો આ ટેન્કની મદદથી ફાયરિંગ કરી શકે છે. એટલુ જ નહીં. હેલિકોપ્ટર કે પ્લેન દ્વારા તેને ઈચ્છીત સ્થળે સહેલાઈથી લઈ જઈ શકાય છે.
બોકસ
દાદરાનગર હવેલીમાં 1500 કરોડનાં વિકાસકામોનું કરાયું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલીની મુલાકાત લેશે. અહી ઙખ મોદી 1500 કરોડના વિકાસના કાર્યોનુ લોકાર્પણ કરશે. પીએમ મોદીના હસ્તે સાયલીમાં 150 બેડની મેડિકલ કોલેજનુ ઉદ્ઘાટન થશે.
આ દરમિયાન પીએમ મોદી જાહેર સભાને પણ સંબોધશે. પીએમ મોદીની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. પીએમ મોદીના આગમન પહેલા પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ નટુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે ત્યારે પીએમ મોદી આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની પણ મુલાકાત કરશે. પીએમ મોદીના આગમનના પગલે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી પોલીસ છાવણીમાં ફેરવાયુ છે. અહીં સુરક્ષા માટે 12 પેરામિલિટ્રી ફોર્સ કંપન તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત 7 એસપી, 21 ડિવાયએસપી અને એસ.પી.જી.ના જવાનો પણ તૈનાત કરાયા છે. એટલું જ નહીં મહારાષ્ટ્રના 350થી વધુ પોલીસ જવાનો અને ગુજરાતના 250થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે.