રિલાયન્સના વિક્રમજનક ત્રિમાસિક સંકલિત ચોખ્ખો નફો 8.8 ટકા વધીને રૂ.10,251 કરોડ (1.5 બિલિયન)January 18, 2019

વિક્રમજનક ત્રિમાસિક સંકલિત આવક 55.9 ટકા વધીને રૂ.171,336 કરોડ (24.6 બિલિયન)

ત્રિમાસિક સંકલિત ઘસારા, વ્યાજ અને કર પહેલાનો નફો (પીબીડીઆઈટી) 20 ટકા વધીને રૂ.23,801કરોડ (3.4બિલિયન) ત્રિમાસિકધોરણે પેટ્રોરસાયણ, રીટેલ અને ડિજીટલ સર્વિસનીકરવેરા પહેલાંની આવક વિક્રમજનક મુંબઈ, તા.17
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા આજે 31 ડિસેમ્બર 2018ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળાની નાણાંકીય કામગીરી જાહેર કરવામાં આવી હતી, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
સંકલિત ધોરણે ત્રિમાસિક ગાળાની કામગીરી
* ટર્નઓવર 55.9 ટકા વધીને રૂ.171,336 કરોડ (24.6બિલિયન)
* ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો 20 ટકા વધીને રૂ.23,801 કરોડ (3.4બિલિયન)
* કર પહેલાંનો નફો 9.3 ટકા વધીને રૂ.14,445 કરોડ (2.1બિલિયન)
* રોકડ નફો 10.7 ટકાના વધારા સાથે રૂ.16,727કરોડ (2.4 બિલિયન)
* ચોખ્ખો નફો 8.8 ટકાના વધારા સાથે રૂ.10,251કરોડ (1.5 બિલિયન)
સ્ટેન્ડઅલોન ધોરણે ત્રિમાસિક ગાળાની કામગીરી
* ટર્નઓવર 37.7 ટકાના વધારા સાથે રૂ.108,561 કરોડ (15.6બિલિયન)
* નિકાસ 35.2 ટકા વધીને રૂ.62,378 કરોડ (8.9બિલિયન)
* ઘસારા, વ્યાજ અને કર પહેલાંનો નફો 10.4 ટકા વધીને રૂ.16,963કરોડ (2.4 બિલિયન)
* કર પહેલાંનો નફો 1.5 ટકા વધીને રૂ.11,972 કરોડ (1.7બિલિયન)
* રોકડ નફો 1.8 ટકા વધીને રૂ.12,134 કરોડ (1.7બિલિયન)
* ચોખ્ખો નફો 5.6 ટકા વધીને રૂ.8,928 કરોડ (1.3બિલિયન)
* ત્રિમાસિક ગાળામાં ગ્રોસ રિફાઇનિંગ માર્જિન (જી.આર.એમ) બેરલ દીઠ 8.8 રહ્યું
નાણાંકીય વર્ષ 2018ના ત્રીજા ત્રિમાસિકગાળાની મુખ્ય કામગીરી
* રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે ભારત અને જાપાન વચ્ચે વોલ્ટી આધારીત ઇનબાઉન્ડ ઇન્ટરનેશનલ રોમિંગના પ્રારંભની જાહેરાત કરી અને ભારતમાં વોલ્ટી આધારીત ઇનબાઉન્ડ ઇન્ટરનેશનલ રોમિંગ સેવા પૂરી પાડતી ભારતની પ્રથમ 4જી મોબાઇલ ઓપરેટર બની તેનાથી આંતરરાષ્ટ્રીય રોમર્સ એચ.ડી. વોઇસ અને એલ.ટી.ઇ. હાઇસ્પીડ ડેટાનો ઉપયોગ કરી શકશે.
* રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની સાવન મિડિયા પ્રાઇવેટ લિમિટેડે દક્ષિણ એશિયાના સૌથી મોટી સ્ટ્રીમિંગ, એન્ટરટેઇનમેન્ટ અને આર્ટીસ્ટ પ્લેટફોર્મ જિયો સાવનનો પ્રારંભ કર્યો. જિયોસાવનએ ભારતના સૌથી લોકપ્રિય મ્યુઝીક એપ જિયોમ્યુઝીક અને ભારતના અગ્રણી ગ્લોબલ ઓવર-ધ-ટોપ પ્લેટફોર્મ સાવનનું અધિકૃત સંકલન છે.
* જિયોની ડિજીટલ એપ જિયોસિનેમા અને ડિઝની ઇન્ડિયાએ સૌથી મોટી સ્ટોરીટેલિંગ બ્રાન્ડની કાલાતીત વાર્તાઓ અને લોકપ્રિય ચરિત્રો: ડિઝની, પીક્સર, માર્વેલ અને લુકાસ ફિલ્મ જિયોના તમામ વર્ગના દર્શકો માટે રજૂ કરવા માટે જોડાણની જાહેરાત કરી. આ જોડાણથી, જિયોના વપરાશકારો ડિઝની ક્લાસીક્સ, પિક્સર એનિમેનશન, માર્વેલ અને સ્ટાર વોર્સની ફિલ્મો સહિત આંતર્રાષ્ટ્રીય અને સ્થાનિક વિષયવસ્તુને એક સાથે માણી શકશે.
પરિણામો વિષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તથા મેનેજિંગ ડાઇરેક્ટર શ્રી મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, દેશ અને શેરધારકો માટે વધુ મૂલ્ય સર્જન કરવાના સતત પ્રયાસ કરતી અમારી કંપની ત્રિમાસિક ધોરણે રૂ.10,000 કરોડનો નફાનું સિમાચિહ્ન પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ખાનગી કંપની બની છે. અમારી વિકાસ યાત્રામાં અનેક સિમાચિહ્નો સર કરવામાં મદદરૂપ રિલાયન્સની ખૂબ જ સમર્પિત અને પ્રતિભાવંત ટીમનો ભાગ હોવાનો મને ગર્વ છે.
સમગ્ર ત્રિમાસિકગાળામાં ઓઇલની કિંમતોમાં ઘણી જ અસ્થિરતા રહી છે તેવા સમયગાળામાં, આર.આઇ.એલ.એ સંકલિત ધોરણે ખૂબ જ મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. સ્પર્ધાત્મક કિંમતની સ્થિતિ અને સંકલનના લાભ અમારા ઓઇલથી રસાયણ (રિફાઇનિંગ અને પેટ્રોરસરાયણ) વ્યવસાયનો મુખ્ય ભાગ છે, જેણે પડકારજનક વૈશ્વિક વ્યાવસાયિક વાતાવરણમાં પણ સાતત્યપૂર્ણ કામગીરીને વેગ આપ્યો છે. અમારા નવા-યુગના ક્ધઝ્યુમર વ્યવસાયમાં અમે રીટેલ અને જિયો પ્લેટફોર્મ પર ધરખમ વૃધ્ધિનો વેગ જાળવી રાખ્યો છે અને કંપનીની સમગ્રતયા નફાકારકતામાં ક્ધઝ્યુમર વ્યવસાયોનો હિસ્સો મક્કમતાથી વધી રહ્યો છે. અમારા વાયરલેસ વ્યવસાયમાં, અમારી ગ્રાહક કેન્દ્રિત ઓફરો અને મજબૂત સર્વવ્યાપી નેટવર્ક ભારતને અભૂતપૂર્વ ઝડપે ડિજીટલાઇઝ કરવામાં મદદ કરી રહ્યા છે. ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠતાપૂર્ણ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની અમારી યોજનાનો અમે અમલ કરી રહ્યા છીએ ત્યારે મને વિશ્વાસ છે કે ભવિષ્ય માટે અને હવે પછીના વૃધ્ધિનાં આગામી ચક્ર માટે રિલાયન્સ ઘણી જ સારી સ્થિતિમાં છે.