અપને અપને ‘જૂગાડ’ પે સબ કો બડા નાઝ હૈ

નવીદિલ્હી તા.18
ભલે દુનિયાના સૌથી મોટા આવિષ્કારનો જન્મ ભારતથી બહાર થયો હોય પરંતુ ‘જુગાડ’નો જન્મ ભારતમાં જ થયો છે તે સૌ ટકા સાચી વાત છે. આપણે ભારતીઓમાં ગજબનું ટેલેન્ટ છે. સાયકલને મોટર સાયકલ, તો સ્કૂટરને ઓટોરિક્ષા બનાવવાની અદ્ભૂત કળા આપણી પાસે છે. જુગાડના મામલે આપણે ભારતીઓનું દિમાગ ફક્ત ચાલતુ નથી પરંતુ રોકેટની જેમ ઉડે છે. જુની વસ્તુઓ અને ખરાબ વસ્તુઓને ઉપયોગમાં કઇ રીતે લાવવી તે આપણે ભારતીઓને સારી રીતે આવડે છે.