વેરા વિભાગની બાકીદારો વિરૂધ્ધ કડક ઝુંબેશ યાજ્ઞિક રોડ ઉપર 8 મિલકતો સીલJanuary 18, 2019

રાજકોટ તા.18
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરો નહીં ભરતા બાકીદારોની મિલ્કત સીલ કરવાની કામગીરી આરંભી છે. જે અંતર્ગત આજરોજ સેન્ટ્રલ ઝોનમાં યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં 8 મિલ્કત સીલ કરી રૂા.6.70 લાખની વેરા વસુલાત કરી હતી.
વેરા વિભાગ દ્વારા આજરોજ યાજ્ઞિક રોડ ઉપર આવેલ કુબેર કોમ્પ.માં ત્રણ દુકાનોને સીલ કરી, હરસિધ્ધિ કોમ્પ.માં સીલ કરવાની કામગીરી હાથ ધરતા ત્રણ આસામીઓએ સ્થળ ઉપર વેરો ભરપાઇ કર્યો હતો. તેવી જ રીતે કેનાલ રોડ ઉપર આવેલ બીઝનેશ સેન્ટરમાં એક યુનિટનો રૂા.ર.પ7 લાખનો વેરો વસુલ્યો હતો. અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તેમજ હુડકો વિસ્તારમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરતા આસામીઓએ સ્થળ ઉપર વેરો ભરપાઇ કરતા મનપાને ર.43 લાખની આવક થઇ હતી. આમ આજે સેન્ટ્રલ ઝોનમાં વેરા વિભાગ દ્વારા 8 મિલ્કતને સીલ મારી રૂા.6.70 લાખની વસુલાત કરી હતી.