રાજકોટ કોર્પોરેશને કર્યા 131 MOUJanuary 18, 2019

રાજકોટ તા.18
ગાંધીનગર ખાતે શરૂ થયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં રાજકોટ મહાનગરપાલીકાએ સ્માર્ટ સીટી અને સ્વચ્છતા અંતર્ગત પ્રતિકૃતિ તેમજ ટેબલો પ્રદર્શીત કરી વિદેશી અને સ્વદેશી કંપનીઓને પ્રોત્સાહીત કરી છે. પરીણામે ગઇકાલે શીલ્પા પ્રા.લી. દ્વારા સાત હાઇરાઇઝ બીલ્ડીંગોના એમઓયુ કર્યા બાદ આજે કંપનીઓએ રાજકોટ શહેરમાં પ્રોજેકટ માટે લાઇનો લગાવી હોય તેમ અલગ-અલગ પ્રોજેકટ અંતર્ગત 131 પ્રોજેકટના એમઓયુ સાઇન કર્યા હતા.
મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવેલ કે ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તેમજ સ્વચ્છતા અંગેનું પ્રદર્શન રજુ કર્યુ હતું તેમજ વિદેશી અને સ્વદેશી કંપનીઓ સાથે રાજકોટ શહેરના વિકાસમાં સહયોગ આપવા માટે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવેલ. પરીણામે અનેક સ્વદેશી અને વિદેશી કંપનીઓએ રાજકોટમાં કરોડોનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી. જેમાં રેસીડેન્સ ક્ષેત્રમાં 80 એમઓયુ, કોમર્શિયલ ક્ષેત્રે ર4 એમઓયુ તેમજ અન્ય બાંધકામોમાં ર4 એમઓયુ અને સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત પાંચ એમઓયુ સહિત કુલ 131 એમઓયુ થતા આગામી દિવસોમાં શહેરના અનેક વિસ્તારોમાં રેસીડેન્સીયલ અને કોમર્શિયલ ક્ષેત્રમાં નવા બાંધકામો ધમધમી ઉઠશે.