2.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટનું તેડુંJanuary 18, 2019

રાજકોટ તા,18
સુત્રાપાડાના ભુવા ટીમ્બા ગામના ખેડૂત વિરુધ્ધ રૂા.2.50 લાખના ચેક રિટર્નની ફરિયાદ થતા કોર્ટે આરોપીને હાજર થવા ફરમાન કર્યું છે.
આ કેસની વિગત મુજબ રાજકોટમાં રહેતા અમરભાઈ જેન્તીભાઈ બવારિયાએ ભુવા ટીમ્બા ગામના અશ્ર્વિન મનુભાઈ ગોહીલને સંબંધના દાવે રૂા.5 લાખ ઉછીના આપેલા જે રકમ પરત માગતા આરોપીએ રૂા.2.50 લાખનો ચેક આપેલો જે ચેક વગર વસુલાતે પરત ફરતા ફરિયાદીએ આરોપી વિરુધ્ધ અદાલતમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવતા અદાલતે આરોપીને સમન્સ ઈશ્યુ કરી કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યુ છે.