રાજકોટ મહાજન પાંજરાપોળની મુલાકાત લેતા અધિક કલેકટર પરિમલ પંડ્યાJanuary 18, 2019

રાજકોટ તા,18
રજકોટ મહાજન પાંજરાપોળમાં રાજકોટ શહેરનાં અધીક કલેકટર સાહેબ પરીમલ પંડ્યાએ મુલાકત લીધી હતી. પાંજરાપોળન ટ્રસ્ટીગણ દ્વારા તેમને રાજકોટ મહાજનની પાંજરાપોળ બતાવવામાં આવતા ખૂબ જ પ્રભાવીત થઈ પાંજરાપોળની જીવદયા પ્રવૃતિઓને બીરદાવવામાં અવેલ હતી. આ સાથોસાથ રાજકોટ ટી મરચન્ટ એસો.ના હોદ્દેદારો સર્વ હેમલભાઈ સંઘવી, જીતુભાઈ ચાવળા, અરવિંદભાઈ બચ્છા, બૈજુભાઈ રૂપારેલિયા, સુરેશભાઈ સંઘવી દ્વરા પાંજરાપોળની મુલાકાત લઈ ગૌમાતાઓને રૂા.50,000નું દાન અર્પણ કરવામાં અવેલ હતું. આ ઉપરાંત રાજકોટ જૈન તપ સંઘ, પંચવટી મુર્તીપૂજક જૈન સંઘ રૂા.1,51,000 ફલોર મીલ એસો., બાબુભાઈ પ્રા.લી.ના ગોરધનભાઈ ધરમસીભાઈ લુણાગરિયાના રૂા.1,11,000એ પણ સરુ અનુદાન કરી અનુગ્રહીત કરેલ છે.
આા તબકકે વધુમાં રાજકોટ મહાજનની પાંજરપોળની પ્રવૃતિ વિશે પાંજરાપોળના હોદ્દેદારોએ જણાવેલ કે પાંજરાપોળ સૌરાાષ્ટ્રની નંબર એક 121 વર્ષ જુની છે. જેની અંદર અંદાજીત 4000 જેટલા નિરધર-અપંગ-બિમાર-પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ તેમજ સરકારી ખાતા દ્વારા પશુઓને અહી મુકવામાં આવે છે. ફુલ ટાઈમ પશુ ડોકટરો, ઘેંટા, બકરા, ગાય, ભેંશના બચ્ચાઓને દૂધની બોટલથી દૂર પીવડાવી ઉછેર સંભાળ રખાય છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાંજરાપોળના સુમનભાઈ કામદાર, શ્રેયસભાઈ વીરાણી, મુકેશભાઈ બાટવિયા, કરણભાઈ શાહ, યોગેશભાઈ શાહ, દિલીપભાઈ વસા, કાર્તીકભાઈ દોશી, બકુલભાઈ રૂપાણી, પંકજભાઈ કોઠારી, સંજયભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા, મેનેજર અરૂણભાઈ દોશી (મો.94093 81843) જીવદયા ગ્રુપના શ્રી રમેશભાઈ દોમડિયા, નીખિલભાઈ શાહ, પ્રફુલ જોગિયા તથા લાડવા ગ્રુપના સર્વે સભ્યો, સમીર કામદાર, હરીને કામદાર, દિવ્યેશ કામદાર, કીર્તી પારેખ, પરીન પારેખ, મનોજ પારેખ તથા પાંજરાપોળના સર્વે સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.