ખેરડી ગામે પરપ્રાંતિય શખ્સે દુષ્કર્મ આચરતા કુંવારી યુવતિ સગર્ભા બનીJanuary 18, 2019

રાજકોટ તા.18
શહેરની ભાગોળે આવેલા ખેરડી ગામે મજુરી અર્થે આવેલી પરપ્રાંતિય કુવારી યુવતીને પરપ્રાંતિય પરીણીત યુવાને સગર્ભા બનાવી દીધી હતી. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના ખેરડી ગામે કૌટુંબીક બેન-બનેવી સાથે મજુરીકામ કામે આવેલી રર વર્ષની યુવતીને દાહોદ પંથકનો વતની અને ખરેડીમાં મજુરીકામ કરતા રાજુ નામના પરપ્રાંતિય પરીણીત યુવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનેલી કુવારી યુવતી સગર્ભા બની હતી. તેણીની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછતાછમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી મધ્યપ્રદેશની વતની હોવાનું અને એકાદ વર્ષથી કૌટુંબીક બેનબનેવી સાથે મજુરીકામ અર્થે આવી હતી. તે દરમ્યાન દુષ્કર્મનો ભોગ બની હતી. ત્રણેક દિવસથી તે રફાળા ગામની સીમમાં મજુરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.