હાર્દિક પટેલ કલકતા પહોંચ્યો, કાલે મમતા સાથે રેલીમાં જોડાશેJanuary 18, 2019

રાજકોટ તા.18
લોકસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય ઉથલપાથલો થઈ રહી છે અને રોજેરોજ નવા-નવા રાજકિય સમિકરણો જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો પાયો નાખનાર હાર્દિક પટેલે આંદોલનનું નેતૃત્વ છોડ્યા બાદ હવે સક્રિય રાજકારણ તરફ આગેકદમ શરુ કર્યો છે. હાર્દિક પટેલ આવતીકાલે કલકતામાં યોજાનાર તુણમુલ કોંગ્રેસની રેલીમાં હાજરી આપવા રવાના થયો છે.
ભાજપ વિરોધી મોરચો ખોલનાર તમિલનાડુના મુખ્યમંત્રી મમતા બેનર્જી આવતીકાલે કોલકતામાં તાકાત પ્રદર્શન કરી ભાજપ વિરોધી બ્યુગલ ફુંકાનાર છે. આ રેલીમાં મમતા બેનર્જીએ હાર્દિક પટેલને પણ આમંત્રણ આપતા આજે હાર્દિક કલકતા જવા રવાના થયેલ છે અને સાંજે છ વાગ્યે કલકતા પહોંચનાર હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું.