ભારતને ટોપ-50માં લાવવું છે: મોદીJanuary 18, 2019

 સ્ટાર્ટઅપ માટે દુનિયાની સૌથી મોટી ઈકો સિસ્ટમ ભારતમાં
 સ્ટાર્ટઅપ
ગાંધીનગર તા,18
જાજરમાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અંગ્રેજી વકતવ્યમાં વ્યાપાર - ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની હરણફાળને બિરદાવી હતી. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે મોટી છલાંગ ભર્યાની વિગત વર્ણવીને તેમણે આગામી વર્ષે ભારતને ટોપ ફિફટીમાં લાવી મુકવાની આશા દાખવી છે. તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને વડાપ્રધાને કહ્યું ગ્લોબલ ટ્રેડ ફેર શોમાં પણ ભાગ લેવા તમને સૌને આગ્રહ કરુ છું.
દરેક વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાત સફળ રહ્યું હોવાના દાવા સાથે તેમણે કહ્યું કે આ સમિટથી કંપનીઓને ભરોસો મળ્યો છે. જે લોકો ભારત આવે છે તેને ભારતની હવા બદલ્યાનો અનુભવ છે.
રેટીંગ એજન્સી મુડીઝે તેનો આત્મ વિશ્ર્વાસ વધાર્યો તેમ કહેતા નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારતે મોટી છલાંગ લગાવી છે.
ભારત આવતા વર્ષે ટોપ 50માં આવે તેવો અમારો પ્રયાસ છે. કારોબાર ડિજિટલથી વધુ સરળ અને ઝડપથી કરવા પગલા લીધા છે. એફ.ડી.આઈ. માટે 90 ટકા મંજુરી ઓનલાઈન કરી દીધી છે. વિદેશી રોકાણ ભારતમાં વધુ આવી રહ્યું છે.
વડાપ્રધાને ગર્વભેર કહ્યું કે સ્ટાર્ટઅપ્સ માટે દુનિયાની સૌથી મોટી ઈકોસિસ્ટમ ભારતમાં છે, તેમની સરકારે અમેએસએમઈ અને નવા કારોબાર માટે કોર્પોરેટ ટેક્ષ ઘટાડ્યો છે તથા રોજગારી અને ઈન્ફ્રાસ્ટ્રકચર પર ખાસ જોર આપી રહ્યા છીએ તેમ તેમણે જણાવ્યું હતું. ભારત પાંચમો મોટુ સોલાર ઉર્જા ઉત્પાદન કરનારો દેશ છે અને અમે નવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ.
દુનિયાની પોલીસી નકકી કરનાર આજે અહીં હાજર છે તેમ કહી તેમણે જણાવ્યું છેલ્લા 4 વર્ષમાં 263 બિલિયન ડોલર મુડી રોકાણ થયું છે. ઙખ મોદીનો આજનો કાર્યક્રમ
ક્ષ સાંજે 5.30થી 6.30 કલાક સુધી આંતરરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
ક્ષ 6.40થી 7.20 કલાક સુધી દાંડી કુટિર ખાતે લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો
ક્ષ 7.30થી 8.30 કલાક દરમિયાન ડેલિગેટ્સ સાથે ડિનર યોજશે.
ક્ષ 8.35 કલાકે દાંડી કુટિરથી રાજભવન અને ત્યાં જ રાત્રિરોકાણ ક્ષ વાયબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધીમાં 70 હજાર જેટલા એમઓયુ થયા
ક્ષ 1 કલાકમાં ગુજરાતમાં 80,000 કરોડના રોકાણની જાહેરાત
ક્ષ પાવર સેક્ટરમાં 10 હજાર કરોડના રોકાણની ટોરેન્ટના સુધીર મહેતાએ કરી જાહેરાત. અગાઉ 20 હાજર કરોડનું રોકાણ કરેલ છે.
ક્ષ અદાણી ગ્રુપ 30 હજાર કરોડના ખર્ચે કચ્છમાં સ્થાપશે સૌથી મોટો 1 ગીગા વોટનો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ
ક્ષ અદાણી ગ્રુર દ્વારા ગુજરાતમાં 55 હજાર કરોડના રોકાણની જાહેરાત. લખપતમાં સિમેન્ટ પ્લાન્ટ.
ક્ષ બિરલા ગ્રુપ ગુજરાતમાં 15,000 કરોડનું રોકાણ કરશે.
ક્ષ સુઝૂકી મોટર્સનો બીજો પ્લાન્ટ ટૂંકમાં, 2020માં ત્રીજો એસેમ્બલી પ્લાન્ટ કાર્યરત થશે, સાડા સાત લાખ યુનિટ ઉત્પાદન થશે, એન્જિન પ્લાન્ટ ટૂંકમાં ઉત્પાદન શરૂ.