8.33%ના ગ્રોથ સાથે રાજકોટ શહેર સાતમા ક્રમાંકેJanuary 18, 2019

 વર્લ્ડ ઓક્સફોર્ડ અર્થશાસ્ત્રીના રિપોર્ટમાં ગુજરાતના બે શહેરોને સ્થાન  બજેટ અને ડેવલોપમેન્ટમાં રાજકોટ કોર્પોરેશને સફળતા મેળવી: પાની વર્ષ 2019 થી 2035 સુધીનો એકશન પ્લાન તૈયાર
રાજકોટ, તા.18
રાજકોટ મહાનગરપાલીકાને સ્માર્ટ સિટીનો દરજજો મળ્યા બાદ વિવિધ ક્ષેત્રમાં અનેક પ્રોજેક્ટોની કામગીરી હાથ ધરી રાજકોટ શહેરને નેશનલ જીડીપી ગ્રોથમાં ભારતના ટોપ ટેન શહેરમાં સ્થાન આપવામાં સફળતા મેળવી છે એકસફોર્ડ અર્થશાસ્ત્રીના તાજેતરમાં જાહેર થયેલ રીપોર્ટમાં રાજકોટ શહેરને સાતમો ક્રમાંક પ્રાપ્ત થયો છે.
રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તીમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે મહાપાલીકા દ્વારા આપવામાં આવતી પાયાની સુવિધાઓનો વ્યાપ વધારવા અનેક પ્રોજેક્ટો શરૂ થયા છે. જેમાં સૌથી વધુ કામગીરી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત કરવાની કોઇ મનપાએ તૈયારી આરંભી છે. તાજેતરમાં વર્લ્ડ ઓક્સફોર્ડ અર્થશાસ્ત્રીઓ દ્વારા ભારતના મુખ્ય શહેરોના પ્રતિ વર્ષના જીડીપી ગ્રોથના વધારાનો અભ્યાસ કરવામાં આવેલ. જે વર્ષે 2019 થી વર્ષ 2035 સુધીના સંભવિત ગ્રોથ વધારાના તારણના આધારે રીપોર્ટ તૈયાર કરવામાં આવેલ. જેમાં પ્રતિ વર્ષ જીડીપી ગ્રોથ વધારામાં સુરત શહેર 9.2 ટકાના વધારા સાથે પ્રથમ રહ્યું હતું. જયારે રાજકોટ શહેરનો ટોપ ટેનમાં સમાવેશ થતા 8.33 ટકાના ગ્રોથ સાથે સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્લ્ડ એક્સફોર્ડ અર્થશાસ્ત્રીઓ દ્વારા ભારતના દરેક મુખ્ય શહેરોના વર્ષ 2035 સુધીની થનાર કામગીરી અને હાલમાં ચાલુ હોય તેવા પ્રોજેક્ટોની વિગત મેળવી અભ્યાસ કરવામાં આવેલ. જેમાં રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી હેઠળની કામગીરી તેમજ બાંધકામ ક્ષેત્રમાં સૌથી વધુ વૃધ્ધી જોવા મળી હતી તેવી જ રીતે રાજકોટ મનપાની આર્થિક હાલત અને મહાપાલિકાની આવક તેમજ ખર્ચની વિગતો સાથે દરેક મહાપાલિકાના બજેટનું કદ અને વિવિધ કામગીરીનો અભ્યાસ કર્યા બાદ ઓક્સફોર્ડ અર્થશાસ્ત્રીઓએ ભારતના ટોપ-10 શહેરોમાં રાજકોટ શહેરનો સમાવેશ કર્યો છે. શહેરો પ્રતિવર્ષ
ગ્રોથ વૃધ્ધી
સુરત- 9.20 ટકા
આગરા - 8.60 ટકા
બેંગલોર - 8.50 ટકા
હૈદરાબાદ - 8.47 ટકા
નાગપુર - 8.41 ટકા
શહેરો પ્રતિવર્ષ
ગ્રોથ વૃધ્ધી
તીરૂપુરમ - 8.36 ટકા
રાજકોટ - 8.33 ટકા
તીરૂચીરપલ્લી - 8.29 ટકા
ચેન્નાઇ - 8.20 ટકા
વિજયવાડા - 8.16 ટકા