અલ્પેશ કથીરિયા ‘ભૂગર્ભ’માંJanuary 18, 2019

 ધરપકડથી બચવા અલ્પેશે રાજકોટનો કાર્યક્રમ પણ રદ કરતા તર્ક-વિતર્ક, પોલીસે પકડવા છ ટીમો બનાવી
અમદાવાદ તા.18
અલ્પેશ કથીરિયાને મળેલા જામીન રદ્દ થતાની સાથે જ અલ્પેશ કથીરિયા ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. અલ્પેશને પકડવા પોલીસ માટે પણ કેટલાક પડકાર ઊભા થઈ રહ્યા છે. સુરત પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો પણ બનાવી છે. આ ઉપરાંત અલ્પેશ કથીરિયા રાજકોટના એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો પણ પોલીસ એ ધરપકડ કરી શકે છે તેવા ડરના કારણે અલ્પેશે કાર્યક્રમના હાજરી ન આપી હોવાની આશંકા સેવાઇ રહી છે. આ સમગ્ર ઘટનામાં અલ્પેશ કથીરિયા કઈ જગ્યા પર છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત જ્યારથી અલ્પેશ કથીરિયાના જામીન રદ્દ થયા છે ત્યારથી અલ્પેશનો ફોન પણ બંધ આવી રહ્યો છે. આ બાબતે કાલે સુરતના પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, જો અલ્પેશ કથીરિયા કાયદાને માન આપતો હોય, કાયદાનું પાલન કરતો હોય અને પોતે એડવોકેટ છે ત્યારે તેને સ્વાભાવિક રીતે જામીન રદ્દ થતાં હાજર થઈ જવું જોઈએ. આ ઉપરાંત અલ્પેશ કથીરિયાએ મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યુ હતું કે, સુરત કોર્ટે ઓર્ડર કર્યો છે કે, સુરત પોલીસ એની ધરપકડ કરે કોર્ટે શરેન્ડર કરવાનો ઓર્ડર કર્યો નથી. કોર્ટના ઓર્ડરમાં એવું ક્યાય લખેલુ નથી કે, આરોપીએ શરેન્ડર કરવું. કોર્ટના ઓર્ડરમાં લખેલું છે કે, જે તે લાગતી વળગતી પોલીસ ધરપકડ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે. હું પોલીસની ધરપકડથી ભાગતો નથી. હું સુરત અને ગુજરાતની પોલીસથી ડરતો પણ નથી. કેમકે ગુજરાત પોલીસ અને સુરત પોલીસ એમાં પણ ખાસ કરીની સુરત પોલીસને જોઇન્ટ પોલીસ કમિશનર એ અમિત શાહના ઈસારે કામ કરી રહ્યા છે. મારા વિરુધ્ધ આખું ષડયંત્ર સુરતના જોઇન્ટ કમિશનર હરેકૃષ્ણ પટેલે કરેલુ છે અને એના કેવા પર સુરત શહેરની પોલીસ કાર્યકરી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ પછી પાટીદાર અનામત આંદોલનના મૂખ્ય આગેવાન તરીકે અલ્પેશ કથીરિયાનો ચહેરો જોવા મળ્યો હતો. પરંતુ અલ્પેશ કથીરિયાના પોલીસ સાથેના આવા વર્તનના કારણે પાટીદાર સમાજના યુવકો પર કેવી અસર પડશે. અલ્પેશ કથીરિયાના આ વર્તન પરથી અહિંસક આંદોલનની વાત સાચી પડશે કે નહીં એ તો આગામી દિવસોમાં જ જાણવા મળશે.