આયાત - નિકાસ કરતા ત્રણ એકમોમાં DRIના દરોડાથી ચર્ચાJanuary 18, 2019

હિસાબી સાહિત્ય કબ્જે લઇ વ્યવહારોનું ક્રોસ વેરિફીકેશન ; મુંદ્રા
સુધી તપાસ લંબાશે
ગાંધીધામ તા,18
કચ્છના આર્થિક પાટનગર કંડલામાં સ્પેરપલ ઈનોકોમીક ઝોનમાં કામ કરતા અને આયાત-નિકાસ સાથે સંકળાયેલા ત્રણ એકમોમાં ગઇકાલે ડી.આર.આઈ.ની અચાનક તપાસના પગલે ભારે ચકચાર જાગી છે. સુત્રોના જણાવાયા મુજબ આ તપાસનો દોર મુંદ્રા સુધી લંબાય તેવા સંકેતો મળ્યા છે. ડી.આર.આઈ. દ્વારા આયાત-નિકાસના તમામ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યા છે અને ક્રોસ વેરિફીકેશન કરવામાં આવ્યું છે અને તપાસ લાંબી ચાલે તેવા અણસાર મળી રહ્યા છે.
અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આયાત નિકાસ સાથે સંકળાયેલા ત્રણેક એજન્ટો પાસે આજે મુંબઇથી ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સની ટીમો ત્રાટકી હતી. ઝોનમાં તપાસ સંદર્ભે સંકુલમાં ચકચાર પ્રસરી હતી. પરંતુ સ્થાનિક ડી.આર.આઇ.ની તેમાં કોઇ ભૂમિકા નહીં હોવાથી ખાસ કોઇ વિગતો પ્રાપ્ત થઇ નહોતી. દરમ્યાન જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ મુંબઇના કોઇ કેસના સંદર્ભમાં ડી.આર.આઇ.એ આ તપાસ આદરી હતી. બેથી ત્રણ સ્થળે તપાસ ટુકડીએ જરૂરી ડેટા એકત્ર કર્યો હતો. જાણકારોના કહેવા મુજબ હજુ આ તપાસ લાંબી ચાલે અને કંડલા તથા મુંદરા સુધીના ઘણા લોકોથ તપાસના દાયરામાં આવી જાય તેવું ચર્ચાઇ
રહ્યું છે.