શિયાળામાં ઉનાળા જેવો માહોલJanuary 18, 2019

 હજુ ઠંડીનો એક રાઉન્ડ આવશે ; ફુલ ગુલાબી ઠંડી : એક જ રાતમાં બેથી ચાર ડીગ્રી પારો ઉપર ચડ્યો
રાજકોટ તા,18
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અચાનક હવામાન પલ્ટો આવ્યો છે. શિયાળો જાણે વિદાઈ લઈ રહ્યો હોય તેમ અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે અને શિયાળામાં ઉનાળા જેવો માહોલ બંધાયો છે.
સૌરાષ્ટ્ર - કચ્છમાં એક જ રાતમાં તાપમાનનો પારો એથી ચર ડીગ્રી ઉંચે ચડી ગયો છે. છેલ્લા બે - ત્રણ દિવસમાં તાપમાનમાં સામાન્ય વધઘટ નોંધાઈ રહી છે. તેમાં અજે અચાનક જ ઉનાળા જેવો માહોલ થઈ ગયો છે.
હવામાન વિભગન સુત્રોએ જણાાવ્યું હતું કે હજુ એકાદ રાઉન્ડ ઠંડીનો અવશે આગામી સપ્તાહે તાપમાનમાં સામાન્ય વધઘટ નોંધાઈ રહી છે તેમાં આજે અચાનક જ ઉનાળા જેવો માહોલ થઈ ગયો છે.
હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે હજુ એકાદ રાાઉન્ડ ઠંડીનો આવશે અગામી સપ્તાહે તાપમાનનો પારો નીચે ગગડશે. જમ્મુ-કાશ્મીર અને હિમચલ પ્રદેશમં બરફ વર્ષા થઈ રહી છે. તેની અસર સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમા પડશે એટલે ફરી સર્વત્ર ઠંડીનું મોજુ ફરી વળશે.
આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શહેરોનું તાપમાન બેથી ચાર ડીગ્રી ઉચે ચડી ગયું છે. ભવનગરમાં 14, પોરબંદર 13, વેરાવળ 17, દ્વારકા 17.4, ઓખા 20, ભૂજ 14.2, સુરેન્દ્રનગર 14.5, નલિયા 12.2, કંડલા 13.6, અમરેલી 11.8, મહુવા 13.2, દિવમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આજે નલિયા કરતા અમરેલીમાં તાપમાાન ઘટ્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી અને અમરેલીમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.
રાજકોટ : રાજકોટમાં એક જ રાતમાં તાપમાનનો પારો ત્રણ ડીગ્રી ઉચે ચડી જતા નગરજનોએ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. જોકે મોડીરાત્રે અને વ્હેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રાજકોટનું લઘુતમ તાપમાન 14.7 ડીગ્રી નોંધાયુ હતું. હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા અને પ્રતિ કલાક 6 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.