કચ્છમાં 100 વર્ષ બાદ દુર્લભ ‘ગાજ હંસ’નાં દર્શન

 અત્યંત દુર્લભ અને લુપ્ત મનાતા પક્ષીની ફરીથી હાજરીથી પક્ષીવિદો ખુશખુશાલ
ભૂજ : ચાડવા રખાલમાં 100 વર્ષ બાદ કચ્છના દુર્લભ નગાજ હંસથની હાજરીથી પક્ષીવિદો્ ખુશખુશાલ બન્યા હતા.થકુદરતનો કરિશ્મો અવનવા ખેલ રચીને સામાન્ય માનવીનેથ પોતાની વ્યાપકતા અને વિશાળતાનો પરિચય આપતો રહે છે ત્યારે કચ્છની એકમાત્ર અનન્ય ગણી શકાય તેવી રાજવંશની શિકારગાહ સમી ચાડવા રખાલમાં પ્રાગસર તળાવમાં કચ્છના પક્ષીશાત્રના ઈતિહાસમાં રાજવી પરિવારના મોભી વિજયરાજજીએ નગાજહંસથનો છારીઢંઢમાં શિકારથ અંગેનો લેખ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના પક્ષી અંગેના જનરલમાં 1912ની સાલમાંથ છપાવ્યો હતો.થ જેમાં તેઓએ એકીસાથે એક જ દિવસમાં 300થી વધુ ગાજહંસનો શિકાર થયો હોવાનું નોંધ્યું હતું. માનવીય ખલેલના કારણે યુરોપમાંથ બચ્ચા ઉછેરનાર આ રૂપાળા હંસ કુટુંબના સભ્ય છેલ્લાથ 100 વર્ષમાં કચ્છમાં દેખાયા જ નથી. એટલે કચ્છમાંથી લગભગ લુપ્ત જ થયેલા ગણવામાં આવતા હતા.થ રાજકુટુંબનો બગીચો ગણી શકાય તેવી ચાડવા રખાલમાંથ પ્રાગમલજીએ બંધાવેલાં પ્રાગસર તળાવમાં પક્ષી નિરીક્ષણની મુલાકાત દરમ્યાન કાન્તિ દુબલે આ દુલર્ભ હંસને કેમેરામાં કેદ કરી પક્ષીશાત્રી નવીન બાપટનો સંપર્ક સાધતાં ગાજહંસ માત્ર ચાડવાનું નહીં પણ કચ્છનું દુર્લભ બની ગયેલું પક્ષી શોધી કચ્છના પક્ષીશાત્રમાં નવું ઉમેરણ શ્રી દુબલે કર્યો હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.થ ભાવેશ ગઢવી અને રાહુલ જેઠી આ હંસના દર્શનમાં જોડાયા હતા. દુષ્કાળના ડાકલા વચ્ચે આવા સારા સમાચાર સાંભળવા મળે એ જ કુદરતનો મોટો નજારો છે.