ભાજપને 40, કોંગ્રેસને 4 કરોડનું દાન મળ્યુંJanuary 18, 2019

 કોંગ્રેસને પોતાના ધારાસભ્યો-કાર્યકરોએ જ લાખો રૂપિયાનું
ફંડ આપ્યું
અમદાવાદ તા.18
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ અને કોંગ્રેસે કાર્યકરો ઉપરાંત મોટા બિલ્ડરો-ઉદ્યોગગૃહો પાસેથી ચૂંટણીફંડ ઉઘરાવેલ છે. ત્યારે ગુજરાતમાંથી સતાધારી પક્ષ ભાજપને રૂા.40 કરોડ અને કોગ્રેસને રૂા. 4 કરોડનું ફંડ મળ્યું છે. ગુજરાતની અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપનીઓએ છૂટા હાથે ફંડ આપ્યું છે. અલેમ્બીક, કેડીલા અને નિરમાએ જ ભાજપને રૂા.13.50 કરોડ આપ્યા છે.
બીજી તરફ ગુજરાતમાં બે દાયકાથી સતા બહાર રહેલ કોંગ્રેસને પણ કેડીલાએ રૂા. બે કરોડ અને નિરમાએ રૂા. 1 કરોડ તેમજ ઝાયડસ હેલ્થકેર રૂા. 50 લાખનું ફંડ આપ્યું છે. કોંગ્રેસને રૂા. 1 લાખ કે તેથી વધુ દાન આપનાર દાતાઓની સંખ્યા 13 છે તેમાં કોંગ્રેસના બે ધારાસભ્યો બ્રિજેશ મેરજા અને જવાહર ચાવડાએ પણ રૂા. એક-એક લાખ આપ્યા છે. આ ઉપરાંત દિનેશ પટેલ, અરવિંદ ચૌહાણ, દિપક બાબરીયા, હિંમતસિંહ પટેલે પણ કોંગ્રેસને ફંડ આપ્યું છે તેમાં હિંમતસિંહ પટેલે 13 લાખ, અરવિંદ ચૌહાણે રૂા.17.65 લાખ આપ્યા છે.
નાણાંકિય વર્ષ 2017-18 દરમિયાન ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને કરોડો રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત થયું છે, જેમાં કેડિલા ફાર્માસ્યુટિકલે 3.50 કરોડનું અને
(અનુસંધાન પાના નં. 8)
એલેમ્બીક ફાર્માસ્યુટીકલે કુલ છ કરોડ રૂપિયાનું ડોનેશન અધિકૃત રીતે અનુક્રમે કેનેરા અને એચડીએફસી બેંક દ્વારા ચૂકવ્યું છે, તેવી જ રીતે નિરમા દ્વારા રૂપિયા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે. જ્યારે સુરતના હેપ્પી હોમ ગ્રૂપ દ્વારા કુલ સાડા ચાર કરોડનું ડોનેશન ચૂકવવામાં આવ્યું છે, આમ બેંક ખાતામાં ચેક કે ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા રકમ ચુકવવામાં આવી છે.
ભાજપને ગુજરાતમાંથી કુલ રૂ. 40 કરોડનું ડોનેશન પ્રાપ્ત થયું છે જયારે સામા પક્ષે કોંગ્રેસને ચાર કરોડ રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત થયું છે. કોંગ્રેસને ગુજરાતમાં બે ચાર ઉદ્યોગોને બાદ કરતા પાર્ટીના જ કાર્યકરો દ્વારા ડોનેશન આપવામાં આવ્યું છે. તેવી જ રીતે બ્રિજ બનાવવાના મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવનાર રાજકમલ બિલ્ડર્સ દ્વારા દોઢ કરોડનું દાન ચૂકવાયું છે. જ્યારે પવન બકેરી દ્વારા રૂપિયા 50 લાખનું દાન ચૂકવાયું છે, તેવી જ રીતે સન બિલ્ડર્સના એન.કે.પટેલ દ્વારા રૂ.50 લાખની રકમ ચૂકવાઈ છે. આમ ભાજપ દ્વારા ગુજરાતમાંથી રૂપિયા 21 હજારથી લઈને રૂપિયા છ કરોડ સુધીનું ડોનેશન લઈને કુલ્લે 44 કરોડથી વધુ રકમ દાન હેઠળ મેળવવામાં આવી છે, જ્યારે સમગ્ર દેશમાંથી ભાજપે 437 કરોડનું દાન મેળવ્યું છે, જેનો એડીઆર દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ અહીં પ્રસ્તુત છે. ભાજપને કોણે કેટલા આપ્યા?
કેડીલા ફાર્મા લી. 3.50 કરોડ
અલેમ્બિક ફાર્મા લી. 6 કરોડ
નિરમા કેમિકલ વર્કસ 2 કરોડ
નિરમા પ્રા.લી. 2 કરોડ
હેપ્પી હોમ કોર્પોરેશન 1.5 કરોડ
હેપ્પી હોમ ડેવલોપર્સ 1.5 કરોડ
જીએચસીએલ લિમિટેડ 1 કરોડ
રાજકમલ બિલ્ડર્સ 1 કરોડ
આર.એસ.પી.એલ. લિમીટેડ 2 કરોડ