બેક ટુ OBC: ભાજપ નવી યોજનાના મૂડમાંJanuary 18, 2019

 ચૂંટણી પહેલા ઘઇઈ કમિશનનો રિપોર્ટ તૈયાર કરાવીને મૂકાશે
નવી દિલ્હી તા.18
આર્થિક આધાર પર સામાન્ય આરક્ષણ બાદ મોદી સરકાર ફરી એકવાર ઓબીસીની ભાગીદારીને નવેસરથી નક્કી કરવા માટે સક્રીય થઇ રહી છે. સરકાર ચૂંટણી પહેલા ઓબીસી કમીશનનો રીપોર્ટ તૈયાર કરી રજુ કરવાની તૈયારીમાં છે. આના માટે તમામ મીનીસ્ટ્રી માટે તેમને ત્યાં કામ કરનારા ઓબીસી કર્મચારીઓ સંખ્યા (તેમની જાતિ સાથે) ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનીંગ (ડીઓપીટી) તરફથી 1ર જાન્યુઆરીએ મોકલવામાં આવેલા ખાસ નિર્દેશમાં ગમે તે સ્થિતિમાં શુક્રવાર સુધી ઓબીસી કર્મચારીઓનું લીસ્ટ માંગવામાં આવ્યું છે. જણાવી દઇએ કે 31 જાન્યુ.થી સંસદનું બજેટ સત્ર પ્રસ્તાવિત છે, જે 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. સરકારના આ રીપોર્ટના આધાર પર ઓબીસી પ્રતિનિધિત્વમાં ફેરફાર કરશે અને તેમની જાતિઓનું નવેસરથી વર્ગીકરણ થશે. સરકારની ઇચ્છા છે કે, નાની-મોટી ઓબીસી જાતિઓને પણ આ આરક્ષણમાં સમાન
પ્રતિનિધિત્વ મળે. કેન્દ્ર સરકારે ગત દિવસોમાં સંકેત આપ્યો હતો કે ઓબીસીને જુદા-જુદા વર્ગોમાં વહેંચવા મુદ્દે લોકસભા ચૂંટણી પહેલા કોઇ પગલું લેવામાં નહીં આવે. મુદ્દાની ગંભીરતા જોતાં સરકારે આની સાથે જોડાયેલા મુદ્દાઓની તપાસ અને આ વિશે રીપોર્ટ આપવા માટે રચેલી કમીટીને 6 મહિનાનો વિસ્તાર આપ્યો હતો. કમિશનને 31 મે ર019 સુધી વિસ્તારની મંજુરી મળી ગઇ હતી.
જો કે, સામાન્ય અનામત સમયે વિપક્ષે જે રીતે ઓબીસી અનામતની મર્યાદાને ર7 થી વધારીને પ4 ટકા કરવાની માગ કરી હતી, તે પછી સરકાર કમીશનના રીપોર્ટને કાઉન્ટર રીતે ઉપયોગ કરી શકે છે. ઓબીસીના સૌથી મોટા હિતેચ્છુ તરીકે રજુ કરવાની છે. સાથે જ કોંગ્રેસને આ વર્ગનો વિરોધી જણાવી રાજકીય હુમલો કરવાની પણ છે.
કમિશને રાજ્ય સરકાર, રાજ્ય પછાત વર્ગ આયોગ, વિભિન્ન સામુદાયિક સંગઠન અને પછાત વર્ગો સાથે જોડાયેલા સામાન્ય નાગરીકો ઉપરાંત આ મામલા સંબંધિત લોકો સાથે વાત કરી ઓબીસીમાં અલગ કેટેગરી બનાવવાની છે. સરકાર મુજબ કમીશને અત્યાર સુધી કોલેજ સહિત સરકારી નોકરી ઉપરાંત બેંક અને બીજી સંસ્થાઓમાં ઓબીસી પ્રતિનિધિત્વ સાથે સંલગ્ન આંકડા મેળવ્યા છે.