વાઇબ્રન્ટ ગુજરાતમાં રાજકોટનો પ્રોજેક્ટ રજૂJanuary 17, 2019

 આઇ-વે પ્રોજેક્ટ, મોડર્ન ટોઇલેટ સહિતની પ્રતિકૃતિ અને ટેબલોનું નિદેર્શન
રાજકોટ તા.17
સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત મહાનગરપાલિકાએ રાજકોટ શહેરને સ્વચ્છ અને રળીયામણું બનાવા માટે અનેકવિધ આયોજનો હાથ ધર્યા છે સ્વચ્છતામાં ટોપ ટેનમાં ક્રમાંક લઇ આવવા માટે સ્પેશીયલ ઝુંબેશ હાથ ધરાઇ હતી. અને અંતે આજ રોજ કેન્દ્ર સરકારની ટીમ શહેર સર્વેક્ષણ માટે પધારી છે ત્યારે સ્વચ્છ શહેરનો નંબર ઇન્દોર સાથે સરખાવી ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત 2019માં મનપાએ સ્વચ્છતાની પ્રતિકૃતિ અને ટેબલો રજુ કરવાનું સોભાગ્ય પ્રાપ્ત થયું છે
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે સ્વચ્છતા સંબંધિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન તેમજ ભીનો સુકો કચરો અલગથી એકઠો કરવો તથા ભીના કચરામાંથી ખાતર બનાવવું અને ન્યુસન્સ વિસ્તારોની સઘન સફાઇ સહિતની કામગીરી છેલ્લા બે માસ થી અવિરત પણે ચાલુ છે ભારતના 100 શહેરો પૈકી ટોપ 10માં રાજકોટ શહેરનો સમાવેશ કરવા માટે મનપાએ હાથ ધરેલ કામગીરી પૈકી સ્વચ્છતા એપ વધુમાં વધુ ડાઉનલોડ કરવામાં આવે તેમજ સ્વચ્છતાની કામગીરીની નોંધ લઇ શહેરી જનો દ્વારા ઓનલાઇન ફીડબેક આપવામાં આવેલ તથા આઇ-વે પ્રોજેક્ટ અંતર્ગત 890 સીસીટીવી કેમેરા દ્વારા સ્વચ્છતાનું નિરિક્ષણ કરી પળેપળનો રિપોર્ટ એકત્ર કરવા સહિતની કામગીરીના અંતે ગત વર્ષે ભારતમાં વન નંબર આવેલ ઇન્દોર શહેરની ગણના રાજકોટ સાથે કરવામાં આવી છે. પરિણામે મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સંબંધીત સંપૂર્ણ પ્રોજેક્ટની માહિતી એકઠી કરી પ્રદર્શન માટે પ્રતિકૃતિ અને ટેબલો તૈયાર કરવામાં આવ્યો છે જે આજથી શરૂ થનાર વાઇબ્રન્ટ ગુજરાત 2019માં મુકવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા તમામ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાની સરાહના કરવામાં આવશે તેવુ ચોક્કસ પણે માનવામાં આવી રહ્યું છે.