કોંગ્રેસના 11 બાગી સભ્યો બે-દાગ: સરકાર અર્જુન ખાટરિયાની હાઇકોર્ટમાં ફરી સ્પે.રીટJanuary 17, 2019

 નવેસરથી સાંભળવા અને ખૂટતા પૂરાવા આપવાના સરકારના ચૂકાદા સામે આપ્યો મનાઇ હુકમ
રાજકોટ તા.17
રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 11 બાગી સભ્યો સામે પક્ષાતંર ધારાના કેસમાં નામોનિર્દેશ વિભાગે સહાનુભૂતિનું વલણ અપનાવતા સરકારની ‘નરો વા કુંજરો વા’ની નીતિ સામે ફરી હાઇકોર્ટમાં સ્પેશીયલ પીટીશન કરવામાં આવી છે. હાઇકોર્ટ સરકારના ચૂકાદા સામે મનાઇ હુકમ આપી પ્રમાણીક પણે નવેસરતી કેસ ચલાવવા આદેશ આપ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતના 11 કોંગ્રેસી સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા. નામો નિર્દેશ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેમા પણ મુદત પડતી હોય જીલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરિયાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરતા હાઇકોર્ટે ત્રણ સપ્તાહમાં નિર્ણય લેવા આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટના આદેશના પગલે નામોનિર્દેશ અધિકારી દિલીપ રાવલે કેસ ચલાવ્યો હતો તમામા 11 કોંગ્રેસી સભ્યો અને તેના વકીલને સાંભળ્યા હતા. દરમિયાન નામોનિર્દેશ અધિકારી દિલીપ રાવલે જણાવ્યું હતું કે રજૂ કરવામાં આવેલ પૂરાવામાં અમુક પૂરતા પુરાવા નથી તેથી ઘટતા પૂરાવા આપી નવેસરથી તમામ સભ્યોને સાંભળવા પડશે.
નામોનિર્દેશ અધિકારીના આવા ચુકાદા સામે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઇ ખાટરિયાએ જણાવ્યું હતું કે અમુક કેસમાં આનાથી પણ નબળા પૂરાવા હોય તે કેસમાં પક્ષાંતરધારા હેઠળ ચૂકાદો આપવામાં આવ્યો છે. નામોનિર્દેશ અધિકારીને જનરલ બોર્ડનો વિડીયો ડીડીઓ દ્વારા કરવામાં આવેલ મેન્ડેટનું પઠન, જસદણની પેટાચૂઁટણીમાં છ સભ્યોએ ભાજપ પ્રવેશની વિગત સહિતના પૂરાવા આપવામાં આવ્યા છે. છતા પણ નામોનિર્દેશ અધિકારી પૂરતા પુરાવા ન હોવાનું જણાવી નવેસરથી સભ્યોને સાંભળવાનો ચૂકાદો આપેલ છે. આ ચૂકાદા સામે અર્જુનભાઇ ખાટરિયાએ હાઇકોર્ટમાં સ્પેશીયલ લીવ પીટીશન કરતા હાઇકોર્ટ નામોનિર્દેશ અધિકારીના હુકમ સામે મનાઇ હુકમ આપી આ કેસને પ્રમાણીકતાથી ફરી ચલાવવા આદેશ આપ્યો છે. અને આ કેસની વધુ સુનાવણી આગામી 21મીએ કરવામાં આવનાર છે.