રાજકોટ આયકર ઓફીસે માતા અને પુત્રનો આત્મવિલોપનનો પ્રયાસJanuary 17, 2019

રાજકોટ તા.17
રાજકોટ આયકર કચેરી ખાતે આજે એક માતા-પુત્રએ આત્મવિલોપનની કોશિષ કરતા ચકચાર જાગી હતી. માતા-પુત્રને આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસે અટકાયત કરી લીધી હતી. પ્ર.નગર પોલીસે બંનેને પોલીસ સ્ટેશને લઇ જઇ પુછપછર આદરી છે.
રાજકોટ આયકર કચેરી ખાતે આજે મુળ કુડાસળ, તા.રાજકોટના અને હાલ થોરાળામાં રહેતા ગંગાબેન દેવાભાઇ રાઠોડ તથા સુરેશ રાઠોડ નામના માતા-પુત્રએ આયકર ખાતાના એક કર્મચારીએ પોતાની માલીકીની જમીન ખોટુ કરી પડાવી લીધી હતી તેવા આક્ષેપો સાથે આયકર કચેરીએ ધસી જઇ આત્મવિલોપન કરવા પ્રયાસ કર્યો હતો. માતા-પુત્રને તુરંત જ પોલીસે અટકાયત કરી હતી અને પ્ર.નગર પોલીસ સ્ટેશને અટકાયતી પગલા ભરી બેસાડી દીધા હતા.દરમ્યાન માતા-પુત્રએ એક મહિના પહેલા જમીન પરત આપવાની માંગણી કરી હતી અને આયકર કર્મચારીને વાત કરી હતી. આ દરમ્યાન અચાનક માતા-પુત્રએ કેરોસીનના ડબલા સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ત્યાં જ પોલીસે ઉઠાવી લીધા હતા. .કેરોસીનનું ડબલુ લઇ કચેરીએ પહોચેલા માતા-પુત્રની અટકાયત