વર્લ્ડ બેન્કના ચેરપર્સન બની શકે છે ભારતીય નારીJanuary 17, 2019

 પેપ્સિકોના પૂર્વ ઈઊઘ ઈન્દીરા નૂઇનું નામ રેસમાં
નવી દિલ્હી તા.17
વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદની રેસમાં પેપ્સિકોની પૂર્વ સીઇઓ ઈન્દિરા નૂઈ પણ સામેલ થઇ ગઇ છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસ આ પદ માટે ઈન્દિરા નૂઈના નામ પર વિચાર કરી રહ્યું છે. જો કે, વર્લ્ડબેંકના વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓ ફેબ્રુઆરીમાં પોતાનું પદ છોડી દેશે. તેમની આ જાહેરાત પછીથી નવા અધ્યક્ષ તરીકેની શોધખોળ શરૂ થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે, વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદ છોડ્યા બાદ યોંગ કિમ રોકાણ કંપનીઓ સાથે જોડાશે.એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકાએ ઈન્દિરા નૂઇને પ્રશાસનિક સહયોગીઓ સિવાય માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા છે. તમને જણાવી દઇએ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પ નવા અધ્યક્ષની પસંદગીમાં મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. અધ્યક્ષ પદની પસંદગી સાથે જોડાયેલા લોકોના હવાલાથી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, અત્યારે પસંદગી પ્રક્રિયા પ્રાથમિક ચરણોમાં છે. સામાન્ય રીતે આવા મહત્વપૂર્ણ પદો માટે નામાંકન પર અંતિમ નિર્ણય થાય ત્યાં સુધીમાં શરૂઆતી દાવેદારો લિસ્ટમાંથી બહાર થઇ જતા હોય છે. જો કે, અત્યાર સુધી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે જો આ પદ માટે નૂઇનું નામાંકન થાય છે તો તે સ્વીકાર કરશે કે નહીં. ચેન્નાઇમાં જન્મેલી 63 વર્ષીય નૂઈને દેશની શક્તિશાળી મહિલાઓમાંથી એક માનવામાં આવે છે. ઘણી કંપનીઓમાં કામ કર્યા બાદ 1994માં ઈન્દિરાએ પેપ્સિકો જોઇન્ટ કર્યું હતું. જ્યારે 2006માં તેમણે કંપનીની કમાન સંભાળી અને ત્યારબાદથી પેપ્સિકોના શેરમાં 78 ટકા સુધીનો વધારો નોંધાઇ ચૂક્યો છે. તેમણે 12 વર્ષ સુધી પેપ્સિકોની કમાન સંભાળ્યા પછી ગત વર્ષ ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દુનિયાના ચર્ચિત પત્રિકા ફોર્બ્સની સૌ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં નૂઇને ઘણી વખત સામેલ કરવામાં આવી ચૂકી છે. 2017માં નૂઇ આ યાદીમાં 11મા નંબરે હતા. વર્ષ 2007માં તેમણે ભારતનો પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ સમ્માનથી નવાઝવામાં આવ્યા હતા.
વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકાના નામ ઉપર પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે, પરંતુ ગત સોમવારે વ્હાઇટ હાઉસ તરફથી આ જાહેરાતને નકારી દેવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું કે તે અમેરિકાની નામાંકન પ્રક્રિયાના પ્રબંધનમાં મદદ કરશે કારણ કે તેમણે છેલ્લા બે વર્ષોમાં વિશ્વબેંકના નેતૃત્વની સાથે નજીક રહીને કામ કર્યું છે. વિશ્વબેંકના અધ્યક્ષ પદ માટે અમેરિકાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. જો કે, વર્લ્ડ બેંકના સૌથી મોટા શેરધારક હોવાના કારણથી અધ્યક્ષ પદની નિયુક્તિ કરે છે. વર્તમાન અધ્યક્ષ જિમ યોંગ કિમને 2012માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પસંદ કર્યા હતા. આ પહેલી વખત છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની
આગેવાનીમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષની પસંદગી થશે. તમને જણાવી દઇએ કે, યૂરોપીય દેશ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ના પ્રમુખની ચૂંટણી કરે છે.