કર્ણાટકમાં રાજકીય વિસ્ફોટની તૈયારીJanuary 16, 2019

કોંગ્રેસનાં 5 ધારાસભ્યો પલટી મારવા રાજીરાજી: મોડી સાંજ સુધીમાં ભાજપ સત્તાપલટા માટે સક્ષમ
બેંગ્લુરુ તા.16
કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને મંગળવારના રોજ ત્યારે જોરદાર ઝાટકો લાગ્યો જ્યારે બે અપક્ષ ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું. આ બધાની વચ્ચે ભાજપનું કહેવું છે કે કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની સરકાર આવનારા બે દિવસમાં જ પડી ભાંગશે. આનાથી સરકારને હાલ કોઇ ખતરો નથી કારણ કે હજુ પણ તેને 224 સભ્યવાળી વિધાનસભામાં 117 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. જો કે આવનારા દિવસોમાં કોંગ્રેસના કેટલાંક ધારાસભ્ય ભાજપના પલ્લામાં જઇ શકે છે. આ અંગે વધુ એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે કોંગ્રેસના કમ સે કમ 5 ધારાસભ્ય વિધાનસભામાંથી રાજીનામું આપી શકે છે. બીજીબાજુ મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ પાર્ટી એ 18મી જાન્યુઆરીના રોજ બેંગલુરૂમાં ધારાસભ્યની બેઠક બોલાવી છે. શુક્રવારના રોજ બપોરે 3.30 વાગ્યે યોજાનાર બેઠક બાદ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની ગણતરી કરશે કે કેટલાં ધારાસભ્ય તેની સાથે છે.
ભાજપ અને કોંગ્રેસ બંને પોત-પોતાના ધારાસભ્યોને વિરોધી ખેમામાં જવાથી રોકવા માટે મહેનત કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય હરિયાણાના ગુરૂગ્રામમાં રોકાયા છે, તો કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મુંબઇની એક હોટલમાં રાખ્યા છે. આમ કર્ણાટકના રાજકારણનું નાટક દિલચસ્પ થઇ રહ્યું છે. ભાજપ ભલે કુમારસ્વામી સરકારને તોડવાની કોશિષ ચાલી રહી છે. ભાજપ ભલે કુમારસ્વામી સરકારને તોડવાની કોશિષની ના પાડી રહ્યાં હોય પરંતુ એવી અટકળો છે કે કોંગ્રેસ અને જેડીએસના કેટલાંક ધારાસભ્યો પોતાના પલ્લામાં કરીને વિધાનસભામાંથી રાજીનામું આપવાની કોશિષમાં છે. જેથી કરીને રાજ્યમાં તેમની સરકાર બની શકે. કર્ણાટકના હાલના રાજકીય ગણિતને સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે રાજ્યની વિધાનસભાની હાલની પરિસ્થિતિ શું છે.
વિરોધી કાયદાના લીધે કોઇપણ પાર્ટીના ધારાસભ્યો/સાંસદોનું પલ્લું બદલવું પહેલાંની સરખામણીમાં ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે. તેના માટે પાર્ટીના કુલ ધારાસભ્યો/સાંસદોના કમ સે કમ બે તૃત્યાંશ ધારાસભ્ય/સાંસદ જરૂરી છે. એવામાં ના તો ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરવાનું શકય દેખાય છે અને ના તો કોંગ્રેસ દ્વારા ભાજપના ધારાસભ્યોને તોડવાનું શકય દેખાઇ રહ્યું છે. આ જ કારણ છે કે કર્ણાટકમાં ભાજપ બીજા પક્ષના કેટલાંક ધારાસભ્યોને પોતાના પલ્લામાં ખેંચીને વિધાનસભામાંથી તેમનું રાજીનામું અપાવા માંગે છે.
ધારાસભ્યોના રાજીનામાની સાથે જ વિધાનસભાની કુલ સ્ટ્રેંથ પણ ઓછી થશે અને તેના હિસાબથી બહુમત માટે જરૂરી આંકડો પણ ઓછો થશે. બે અપક્ષના ધારાસભ્યોનું સમર્થન પાછું આપ્યા બાદ જો ભાજપ વિરોધીઓના 14 ધારાસભ્યોના રાજીનામાં પડાવી લે છે તો વિધાનસભાની કુલ સંખ્યા 207
થઇ જશે અને આ રીતે 104 સભ્યોવાળી ભાજપની બહુમતી થઇ જશે. ભાજપ આ પ્લાન પર કામ કરતી દેખાય રહી છે. કર્ણાટક વિધાનસભામાં પક્ષની સ્થિતિ
વિધાનસભામાં કુલ સભ્ય - 224
બહુમતી માટે 113 ધારાસભ્યોનું સમર્થન જરૂરી
કોંગ્રેસ-જેડીએસના મળીને
117 ધારાસભ્ય
કોના કેટલા ધારાસભ્ય
ભાજપ 104 જેડીએસ 37
કોંગ્રેસ 80 બસપા 01
અપક્ષ 02 (સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી ચૂકયા છે)