મોદી સરકારે તે, ગુજરાતને ઉલટો આર્થિક અન્યાય કર્યો!January 16, 2019

 નાણાં ફાળવણીમાં ઘટાડો થયાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ ત.16
11 થી 14માં નાણાપંચ દ્વારા રાજ્યોને નાણાંની ફાળવણી તેમ જ ટેકસની વસૂલાત થયે રાજ્યોને ડો. મનમોહન સિંઘના વડપણ હેઠળ યુપીએ સરકારે ગુજરાતને વધુ નાણાં ફાળવણી કરી હતી, જયારે મોદી સરકારમાં રાજયને મળવાપાત્ર નાણાં ફાળવણીમાં 10 ટકાનો ઘટાડો થયો છે તે હકીકત ઑગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતિ પુસ્તિકામાં ઉજાગર થઈ છે. કોંગ્રેસ માગણી કરી છે કે ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બૂમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય અંગે જવાબ આપવો જોઇએ.
કોંગ્રેસ પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ડો. મનમોહન સિંઘના વડા પ્રધાન સમયના બારમા નાણાં પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને તેરમા નાણાં પંચના 2010-11 થી 2014-15ના વર્ષ દરમ્યાન રાજયને 12મા નાણાં પંચના વર્ષમાં નાણાકીય ફાળવણીમાં 12 ટકાનો વધારો સ્પષ્ટ થાય છે જયારે તેરમા નાણાં પંચમાં વર્ષ 2010-11માં 7.72 ટકા, વર્ષ 2011-12મા 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51ટકાનો વધારો થયો છે. જયારે કેન્દ્રમાં યુપીએની સરખામણીમાં એનડીએ સરકારમાં 14મા નાણાં પંચ દ્વારા અપેક્ષિત 78,40,291 લાખ કરોડની કરવેરાની આવક સામે 2015-16થી 2018-19ના વર્ષમાં રાજયોને ફાળવણી 29,13,441 કરોડ રકમ ઘટીને 25,75,291 એટલે કે 11.61ટકાનો ઘટાડો થયો છે.
હાલની એનડીએની 14મા નાણાં પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસૂલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણાં ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે એવું તેમણે જણાવ્યુ હતું.