ગોંડલ પાલિકાનાં એકમાત્ર કોંગી સભ્યનાં ‘કેશરિયા’!January 16, 2019

 ભાજપનાં બક્ષીપંચ સંમેલનનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરતા રાજકીય ખળભળાટ
ગોંડલ તા.16
ગોંડલ ખાતે કેબીનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ભાજપ મોવડી પૂવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે યોગીમોલ ખાતે તાલુકા ભાજપ બક્ષીપંચ નાં કાર્યાલય ને ખુલ્લુ મુકાયું હતું.
બાદમાં બાઇકરેલી સ્વરૂપે નવા યાડઁ ખાતે ભાજપ સમથઁકો,કાયઁકરો પંહોચતા યાડઁ માં યોજાયેલ સન્માન સમારોહમાં કેબીનેટમંત્રી કુવરજીભાઇ બાવળીયા નું શહેર તાલુકા ભાજપ દવારા સન્માન કરાયું હતું.
આ વેળા નગરપાલિકા ના એકમાત્ર કોંગ્રેસી સદસ્ય અનિલભાઇ માધડ,નગરપાલિકા માં રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાટીઁ નાં સદસ્યો રવિભાઇ કાલરીયા, પ્રકાશભાઇ સાટોડીયા,ગીતાબેન કાથરોટીયા, રંજનબેન સરધારા, તાલુકાપંચાયત નાં કોંગ્રેસી સદસ્ય ભગવતસીહ વાઘેલા, જાણીતાં ગૌ સેવક ગોપાલભાઇ ટોળીયા, ઉપરાંત દિનેશભાઇ માધડ, કલ્પેશભાઇ ચનિયરા, વિનભાઇ સાવલીયા, વિઠલભાઇ ભાસા બહોળા સમથઁકો સાથે ભાજપમાં જોડાયા હતાં.
કેબીનેટ મંત્રી કુવરજીભાઇ તથાં મોવડી જયરાજસિંહ નાં હસ્તે ભગવો ખેસ ધારણ કયોઁ હતો.આ સાથેજ નગરપાલિકા કોંગ્રેસ મુકત બની હતી.અને ભાજપનું સંખ્યાબળ 34 થવાં પામ્યું હતું.
કેબીનેટ મંત્રી
બાવળીયા એ જણાવાયું હતું કે ગોંડલ બાદ જસદણ ને કોગ્રેસ મુકત કરાશે.તેમણે ગોંડલ ની વિકટ બનેલી પાણી સમસ્યા અંગે ગોંડલ તરસ્યું નહી રહે તેની ખાત્રી આપી હતી.
ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા એ ભાજપ ની વિચારધારા સાથે જોડાયેલા સદસ્યો ને શહેરનાં વિકાસ માં જોડાઇ જવા આહવાન આપી બિરદાવ્યા હતા.કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા એ ભાજપ માં જોડાયેલાં સભ્યો ને આવકાયાઁ હતા.જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા એ ગોંડલ નું સંગઠન જિલ્લાભર માં અવ્વલ નંબર નું હોવાનું જણાવ્યું હતું.કાયઁકૃમ ને સફળબનાવવા પ્રફુલભાઈ ટોળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા એ જહેમત ઉઠાવી હતી.રેલી સહીત નાં કાયઁક્રમ ને લઇ ગોંડલ ભગવામઇ બનવા પામ્યું હતુ.