પાટડીમાં દસ મકાનના તાળા તૂટ્યાJanuary 16, 2019

વઢવાણ તા.16
સુરેન્દ્રનગરનાં પાટડી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એકજ રાતમાં એક સાથે દસ-દસ મકાનોના તાળા તોડી પોલીસને પડકાર ફેંકયો હતો. દસ મકાનના તાળા તૂટતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. મોટાભાગે સરકારી કર્મચારીઓના મકાનને તસ્કરોએ નિશાલ બનાવી રૂા. 2 લાખ રોકડા તેમજ 10 તોલા સોના/ચાંદીના દાગીના મળી લાખો
રૂપિયાનો દલ્લો ઉસેડી જતા સનસનાટી
મચી જવા પામી છે. જોકે, આ દસ પૈકી એક મકાન માલીકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
દાખલ થયેલ ફરિયાદમાં જણાવાયા અનુસાર પોતાના મકાનના તાળા તોડી 50 હજાર રોકડા, એક લાખના સોના ચાંદીનાના ધરેણાની ચોરી થયાની જાહેરાત કરતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કરેલ છે.
પાટડી પ્રમુખ દર્શન સોસાયટીમાં રહેતા શિક્ષક તરીકે પાટડીમાં ફરજ બજાવતા રમેશભાઈ ગઢવી તેમના પરિવાર સાથે સોખળી તા. વિરમગામ ખાતે લગ્નમં ગયા હતા પાછળથી કોઈએ મકાનના તાળા તોડી ઘરમાં દાખલ થઈ 50 હજાર રોકડા, 1 લાખના સોના ચાંદીના દાગીના એમ 1॥ લાખની ચોરી થયેલ છે. આ ઉપરાંત સુખદેવભાઇ પાનવેચાના મકાનમાંથી 17 હજાર રોકડા અને સોનાની બુંટી, તલાટી મંત્રી નીલેશભાઇ પંચાલના મકાનમાંથી 1.27 લાખ રોકડા/સોનાના દાગીના, પીજીવીસીએલના કર્મચારી હીતેશભાઇ ધોબી, શિક્ષક હસમુખભાઇ પટેલ, હાઈસ્કૂલના કલાર્ક રવિભાઇ પટેલ, બંસીભાઇ કોઢીયા, લાલાભાઇ પટેલના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
આ અંગે ફરિયાદ થતા પાટડી પોલીસ તપાસ કરે છે. ગામમાં ચર્ચા મુજબ દસ મકાનનાં તાળા તુટયા છે. ફરિયાદ થઈ નથી. માત્ર એક જ ફરિયાદ થતા પોલીસ તપાસ કરે છે.