બહેન શ્ર્વેતાએ અભિષેકની ખોલી પોલ: ઐશ્ર્વર્યાથી ડરે છે!January 16, 2019

મુંબઇ તા.16
હાલમાં જ અભિનેતા અભિષેક બચ્ચન તેમની બહેન શ્વેતા નંદા સાથે કરણ જોહરના બહુચર્ચિત શો, કોફી વિથ કરણમાં સાથે જોવા મળશે. લગભગ આ પહેલો એવો ટોક શો હશે જેમાં મહાનાયકના પુત્ર અને પુત્રી એકસાથે જોવા મળશે. આ શો દરમિયાન શ્વેતા દ્વારા અમિતાભ બચ્ચ્નથી લઇને ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી.
હાલમાં જ સ્ટારવર્લ્ડ દ્વારા આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં કરણ જોહર અભિષેકને એવા સવાલ કરે છે કે જેના જવાબ આપવા અભિષેકને ભારે પડી જાયા છે. જ્યારે શ્વેતાને ઘરના સભ્યો વિશે પૂછતા તેણીએ પણ ઘરના બધા જ સભ્યોની પોલ ખોલી હતી. કરણ જોહરે શો દરમિયાન અભિષેકને સવાલ પૂછ્યો હતો કે તેઓ ઘરે સૌથી વધારે કોનાથી ડરે છે, માતા જયાથી કે પત્ની એશ્વર્યાથી ? જ્યારે અભિષેક આ સવાલના જવાબમાં પોતાની માતા જયાનું નામ લે છે, પરંતુ એજ સમયે શ્વેતા અભિષેકને વચ્ચેથી જ કાપે છે અને એશ્વર્યાનું નામ લે છે. પાછળથી અભિષેક જણાવે છે કે આ સવાલ મારા માટે છે એટલે વાત પણ મારી માનવામાં આવશે.
ખરેખર ભલે તમે દુનિયાના ગમે તે ક્ષેત્ર સાથે જોડાયેલા રહો, પરંતુ ભાઇ-બહેનો સંબંધ હંમેશા મજાક-મસ્તી સાથે જોડાયેલા હોય છે. હાલમાં જો અભિષેક અને એશ્વર્યાની વાત કરીએ તો અનુરાગની આગામી ફિલ્મ ગુલાબ જામુનને લઇને બન્ને જણા શૂટિંગમાં વ્યસ્થ છે. આ પહેલા આ જોડી 8 વર્ષ પહેલા આવેલી ફિલ્મ રાવણમાં એકસાથે જોવા મળી હતી.