જૂગ જૂગ જિયો ઈમરાન કે લાલJanuary 16, 2019

મુંબઇ: પાંચ વર્ષ પહેલા ઈમરાન હાશ્મીના દીકરા અયાનને કેન્સરની જાણકારી થઇ હતી. જણાવી દઇએ કે અયાને છેવટે આ ખતરનાક બમારી સામે પોતાની જંગ જીતી દીધી છે. અયાન હવે સંપૂર્ણ રીતે કેન્સર મુક્ત થઇ ચૂક્યો છે. તેની ખુશી વ્યક્ત કરતા ઈમરાન હાશ્મીએ બધાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે દીકરાની કેટલીક તસવીરો ટવીટ કરી અને બધાનો આભાર વ્યક્ત કર્યો. જણાવી દઇએ કે ઈમરાને સોમવારે એક ટવીટ દ્વારા બધાને જાણકારી આપી હતી કે હવે તેનો દીકરા અયાન કેન્સરની બીમારીથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયો છે. તેણેલખ્યું તે આ બધું તમારા આશીર્વાદ અને પ્રાર્થનાના કારણે છે ઇમરાને કેન્સર સામે લડી રહેલા લોકો માટે પ્રાર્થના અને પ્રેમ મોકલ્યો. સાથે જ લખ્યું કે આશા અને વિશ્ર્વાસ બનાવી રાખો, આ રસ્તો થોડો લાંબો જરૂર છે પરંતુ તમે એક દિવસ આ જંગ જરૂરથી જીતશો.