સેન્સેક્સ વધુ 145 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 57 પોઈન્ટ નીચે

રાજકોટ, તા.29
આજે કારોબારી સત્રમાં ભારતીય શેરબજારે કમજોર શરૂઆત કરી છે. દિવસના 9 કલાક અને 16 મિનિટે સેન્સેક્સમાં 95 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો સાથે 35,560ના સ્તર પર અને નિફ્ટીમાં 14 પોઈન્ટનો કડાકા સાથે 10,647 પર કારોબાર કરી રહ્યો હતો.
તો નિફ્ટીના 50 શેરોમાં 16 લીલા નિશાન પર 33 લાલ નિશાન પર અને એક કોઈ પણ પરિવર્તનવીના કારોબાર કરી રહ્યો છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપ 0.37 ટકા સ્મોલકેપ 0.36 ટકાના કડાકા સાથે કારોબાર કરી રહ્યો છે.
બપોરે 3.00 વાગ્યે સેન્સેક્સ 35512ના સ્તર પર 145 અંક ડાઉન તેમજ નિફ્ટી 10604ના સ્તરે 57 પોઈન્ટ નીચેમાં કારોબાર કરી રહ્યા હતા.
સેક્ટોરિયલ ઇન્ડેક્સનો હાલ
સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએતો દિવસના લગભગ સાડા નવ કલાકે નિફ્ટી ઓટો 0.55 ટકાના કડાકા સાથે, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.18 ટકાના કડાકા સાથે, નિફ્ટી એફએમસીજી 0.20 ટકાના કડાકા સાથે, કારોબાર કરી રહ્યા હતા.