સુરેન્દ્રનગરના તસવીર સમાચાર January 29, 2019

સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ  વીપીનભાઇ ટોલીયા તેમજ ચિફ ઓફીસર વી.વી રાવલ દ્વારા સુરેન્દ્રનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા ની હદમાં વસતા નાગરીકો નગરપાલિકાના 2019 સુઘીનો હાઉસટેક્ષ,પાણીકર,વ્યવસાય વેરો ભરપાઇ કરે તેને બે નંગ ડસ્ટબીન આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. સાથે કરવેરા પહોંચ અને રેશનકાર્ડ લઇ ને આવવાનું રહેશે. આ ડસ્ટબીન સેનીટેસન વિભાગમાં મળશે. કરદાતાઓ ને ટેક્ષ ભર્યા પછી ડસ્ટબીન વીતરણ કરતાં છત્રપાલસિંહ ઝાલા  તસવીરમાં નજરે પડે છે.