શિયાળામાં પજવતો ખોડો- આયુર્વેદિક ઉપાયJanuary 29, 2019

ખોડો શિયાળામાં થતો એક સામાન્ય રોગ છે જેને આયુર્વેદમાં ‘દારુણક’ કહે છે. ખોડો ફક્ત માથાને જ અસર નથી કરતો પરંતુ ચહેરો, કાન, ગળુ, છાતી અને શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે. સામાન્ય રીતે લોકો ખોડાને. અવગણતા હોય છે. પરંતુ તેનો ઝડપથી યોગ્ય ઉપચાર થવો જરૂરી છે. માથાની ખોપરીની ઉપરની ત્વચાના મૃતકોષો ખોડામાં સફેદ ફોતરી કે ભૂકા સ્વરૂપે જોવા મળે છે.
આયુર્વેદ અનુસાર માથાની ખોપરીની ઉપરની ત્વચાની રૂક્ષતાને કારણે અથવા વધુ પડતી તેલવાળી કે પસીનાવાળી ત્વચાને કારણે વાયુ અથવા કફ દોષને કારણે ખોડો થાય છે. જેમાં ખોડાની સાથે સાથે ખંજવાળ, ખરતાં વાળ, રૂક્ષતા, ખાલી ચડવી, બળતરા, ભારે માથું લાગવું કે સોય ભોંકાવા જેવી પીડા પણ કયારેક જોવા મળે છે.
: ખોડાનો આયુર્વેદિક ઉપચાર :
ખોડાનું કારણ ફક્ત માથાની ઉપરી ત્વચા (સ્કાલ્પ- જભફહા)ની રૂક્ષતા જ હોય તો આયુર્વેદિક તેલનો નિયમિત રૂપથી ઉપયોગ કરવાથી ખોડામાં તરત ફાયદો જોવા
મળે છે.
પરંતુ સોર્યાર્સીસ અથવા અન્ય ત્વચાના કે બીજા રોગોને કારણે ખોડો હોય તો ખોડાના ઉપચાર સાથે જે-તે રોગનો ઉપચાર કરવો પણ જરૂરી છે.
આયુર્વેદ પંચકર્મની ટ્રીટમેન્ટ્સ જેમ કે, શિરોધારા, શિરોબસ્તિ વગેરેથી ખોડામાં ખૂબ સારો ફાયદો થાય છે અને વાળની ગુણવત્તા પણ સારી બને છે. તેના કારણે ઉંઘ પણ સારી આવે છે અને તનાવ દૂર થાય છે જે ખોડાનું એક મુખ્ય કારણ છે.
આમળાં, ચંદન, ભાંગરો, જેઠીમધ, જાસૂદ, ધતુરો, તુલસી હળદર, લીમડો, મેજિષ્ઠા, ત્રિફલા, ગળો, ખેર, કરંજ, સારિવા વગેરે ઔષધિઓ અને તેના યોગોથી પણ ખોડામાં સારું પરિણામ મળે છે.
: ખોડામાં ધ્યાનયોગ ચિકિત્સા :
શીર્ષાસન, પશ્ર્ચિમોત્તાનાસન, સર્વાંગાસન, ચક્રાસન, મત્સ્યાસન, સૂર્ય નમસ્કાર, નાડી શોધન, પ્રાણાયામ વગેરેથી ખોડાને મટાડવામાં અવશ્ય લાભ થાય છે. વિશેષ રૂપથી નિયમિત ધ્યાન દ્વારા ખોડાનાં મુખ્ય કારણરૂપ તનાવ અને ચિંતા (તિિંયતત ફક્ષડ્ઢશયિું) દૂર થાય છે જે અત્યંત આવશ્યક છે.
: ખોડાના રોગીએ આટલું જરૂર ધ્યાનમાં રાખવું :
- વધુ પડતું ખાટું, ખારું, તીખુ, તેલવાળું, ઠંડુપાણી ન લેવું.
- રાત્રે ઉજાગરા ન કરવા.
- પ્રાકૃતિક વેગો મલ, મૂત્ર, છીંક વગેરેને ન રોકવા
- વધુ પડતો પરસેવો ન થવા દેવો કે ધૂળ, પ્રદુષકોથી દૂર રહેવું.
- નિયમિતરૂપથી યોગ્ય ઔષધિ દ્વારા વાળ ધોવા અને સ્વચ્છ રાખવા
- નિયમિતરૂપથી વાળના મૂળમાં - માથાની ઉપરી ત્વચા (સ્કાલ્પ)માં તેલ નાંખવું.
- સૌંદર્ય પ્રસાધનો જેમાં રસાયણો હોય તેનાથી દૂર રહેવું.
- સ્ટ્રેશ, ટેન્શન, ચિંતા વગેરેથી દૂર રહેવું.
- સોર્યાસીસ, ખરજવું, સિબોરીક ડર્સેટાઈટીસ વગેરે ચામડીના રોગો હોય તો તુરંત ઉપચાર કરાવવો.
-પાકી કેરી, દાડમ, લીંબુ, નારિયળે, ઘી, સરગવો વગેરેનો ઉપયોગ કરવો.
- ચીલગોઝા, બદામ, શીંગદાણા, પાલક, ગાજર, પપૈયું, દુધી વગેરે પણ લાભદાયી છે.
- આયુર્વેદોક્ત વિરુધ્ધાહારનું સેવન ન કરવું.
- દહીં, ખૂબ ઠંડુ પાણી, મેદ્યપાન, વધુ પડતા તડકાનું સેવન ન કરવું.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.
- ડો. હેતલ આચાર્ય
ખ.ઉ. (આયુર્વેદ-પંચકર્મ)
રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત