ફ્લોરિડાના માથાં ફરેલ યુવકનું બેંકમાં ફાયરિંગ, પાંચનાં મોતJanuary 24, 2019

મિયામી તા,24
ફ્લોરિડાની એક બેન્કમાં 21 વર્ષના યુવકે ગોળીબાર કર્યો હતો. તેના કારણે 5 લોકોના મોત થયા છે. હાલ ગોળીબાર કરવાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સબરિંગ વિસ્તારના પોલીસ ચીફે કાર્લ હોલગંડના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઓછા ઓછા પાંચ લકોના મોત થયા છે. મને લાગે છે કે કોઈ પણ કારણ વગર આ લોકોની હત્યા કરવામાં આવી છે.
અમેરિકામાં ગયા વર્ષથી જાહેર જગ્યાઓ પર ગોળીબારની ઘટનામાં વધારો થયો છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે-2017માં અમેરિકાએ ગન વાયોલન્સના કારણે 40 હજાર લોકોના મોત થયા છે. ગંભીર સમસ્યા હોવા છતા અમેરિકન સાંસદ આ વિશે કડક કાયદો લાવવામાં નિષ્ફળ રહી છે. યુએસની તાકાતવર નેશનલ રાઈફલ એસોસિયેશન લોબી અને તેના સમર્થકના સંઘીય સ્તર પર બંદૂક કાયદાનો વિરોધ કરે છે.
5 દાયકામાં બંદૂકથી 50 લાખનાં મોત!
છેલ્લાં 50 વર્ષમાં અમેરિકામાં બંદૂકથી 50 લાખ લોકોના મોત થયા છે. તેમાં માસ શૂટિંગ અને હત્યા સંબંધિત 5 લાખ લોકોના મોત થયા છે. તે સિવાય આત્મહત્યા, ભૂલથી ચાલેલી ગોળી અને કાયદાકીય કાર્યવાહીમાં લોકોના મોત થયા છે. હકીકતમાં અમેરિકામાં હથિયાર રાખવું પાયોનો હક ગણાય છે.સરળતાથી લોકો સ્ટોરમાંથી હથિયાર ખરીદી શકે છે. અમેરિકન ગન ઈન્ડસ્ટ્રીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 91 હજાર કરોડ છે.
અમેરિકામાં અંદાજે 31 કરોડ હથિયાર
સમગ્ર વિશ્ર્વની કુલ સિવિલિયન ગનમાંથી 48 ટકા માત્ર અમેરિકા પાસે છે. અમેરિકનો પાસે અંદાજે 31 કરોડ હથિયાર છે. 89 ટકા અમેરિકન લોકો તેમની પાસે બંદૂક રાખે છે. તેમાંથી 66 ટકા લોકો એક કરતાં વધારે બંદૂક રાખે છે. 2.65 લાખ લોકો ગન વેપાર સાથે જોડાયેલા છે.અમેરિકન ઈકોનોમીમાં હથિયારનું વેચાણરૂ. 90 હજાર કરોડનું છે. દર વર્ષે એક કરોડથી વધારે રિવોલ્વર, પિસ્ટલ જેવી બંદૂકો અહીં બને છે.