અંતરીક્ષમાં ચાંદાની જેમ ચમકશે ‘જાહેરાત’

 રશિયન કંપનીએ તૈયારી કરી શરૂ: 2021 સુધીમાં નાના રોકેટ મારફતે અવકાશમાં સ્થાપિત થશે બીલબોર્ડ: એકીસાથે કરોડો લોકો જોઇ શકશે એડ
મોસ્કો તા.23
એક રશિયન કંપનીએ એવી યોજના રજૂ કરી છે કે જે આવનારા સમયમાં અંતરિક્ષમાં જાહેરાતો લગાવશે. જેવી રીતે લોકો ચાંદને જોઇ રહ્યા છે તેવી જ રીતે જાહેરાત જોશે. જેના માટે રોકેટથી નાના-નાના સેટેલાઇટ મોકલવામાં આવશે. કંપનીના મતે, ધરતી પર રહેતા તમામ લોકો આ જાહેરાત જોઇ શકે છે. આ દિવસમાં 10 અથવા તેનાથી વધારે વખત દેખાશે.
કંપનીએ ટેસ્ટ પ્રોજેક્ટને 2021માં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. પર્યાવરણ અને સાન્ટિફિક ક્ષેત્રમાં રહેલા લોકોએ તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અંતરિક્ષમાં લગાવવામાં આવતી જાહેરાતને ધરતી પર રહેતા કરોડો લોકો જોઇ શકશે. જાહેરાત માટે જે સેટેલાઇટ મોકલવામાં આવશે તે ધરતીથી 400 કિમી ઉપરના અલ્ટીટયૂડ પર રહેશે. એક વર્ષ સુધી આ સેટેલાઇટ અંતરિક્ષમાં રહેશે. સ્ટારરોકેટ કંપનીના મતે સેટેલાઇટ સૂર્યના પ્રકાશને રિફલેક્ટ કરશે અને તેના આધારે આકાશમાં શબ્દો અથવા કલાકૃતિ દેખાશે. કંપનીના સીઇઓ વ્લાદિલેન સિતનિકોવે પોતાના પ્રોજેક્ટેની તુલના અલન મસ્ક અને પીટર બેકના પ્રોજેક્ટ સાથે કરી છે. સીઇઓએ કહ્યું કે, ‘એલન મસ્કના સ્પેસએક્સની સફળતા પછી મને લાગ્યું કે કંઇ પણ સંભવ છે. જાન્યુઆરી 2018માં અમેરિકી કંપની રોકેટ લેબએ પણ ડિસ્કો બોલને અંતરિક્ષમાં લોન્ચ કર્યો હતો. વ્લાદિલેન સિતનિકોવને કહ્યું કે રોકેટ લેબથી ડિસ્કો બોલ પ્રોજેક્ટ પછી અંતરિક્ષમાં બિલ બોર્ડ લગાવવાનો નિર્ણય કર્યો છે.