"ખીલ, કારણો અને આયુર્વેદિક ઉપચારJanuary 22, 2019

સુહાનીને ઘણા સમયથી ચહેરા પર ખીલ થતાં અને મટી જતાં, પણ ફરી પાછા થતાં, એકદમ સારું ન થતું. ઘણી બધી ક્રીમ લગાવી, બ્યુટી ટ્રીટમેન્ટસ કરી પણ સાવ મટતાં નહોતાં. સહજ વાત છે કે યુવાવસ્થામાં ચહેરા પર ખીલ સૌંદર્યના દુશ્મન બને છે પરંતુ સુહાનીને સમજાવ્યું કે, ફક્ત સૌંદર્ય માટે જ ખીલ વિશે જાગૃત થવું જરૂરી નથી પણ આંતરીક સ્વાસ્થ્ય પણ સારૂ હોવું આવશ્યક છે ? સુહાનીને આયુર્વેદિક દવાઓ, લેપની સાથે સાથે રક્તશુદ્ધિદર પંચકર્મનો કોર્સ પણ કરાવ્યો. પરેજી અને યોગ્ય લાઇફસ્ટાઇલનાં પાલન સાથે તેની ખીલની સમસ્યાનો જડમુળથી ઉપચાર થયો.
ખીલ (ાશળાહયત) હંમેશા ચહેરાની ત્વચાનાં કારણે ઉત્પન્ન થતી સમસ્યા નથી. ત્વચા સ્વાસ્થ્યની સાથે સાથે હોર્મોન્સ અસંતુલન પણ ઘણા ખરા અંશે જવાબદાર હોય છે. આયુર્વેદમાં તેને ‘યૌવનપીડિકા’ કહે છે. યૌવન એટલે યુવાની અને પિડિકા ત્વચામાં ઉત્પન્ન થતી ફોલ્લી (ઉત્સેછ). મુખદ્રવિકા, તારુણ્યપિડકા વગેરે પણ તેમાં અન્ય નામ છે. આયુર્વેદ અનુસાર ચામડી ઉપર બ્યુટી ક્રીમ, સાબુ, લોશન વગેરે લગાવવા કરવાની સાથે સાથે અંદરથી રક્તશુદ્ધિ કરવી જરૂરી છે, સાથે સાથે હોર્મોન્સ બેલેન્સ, માનસિક તનાવ અને ત્વચાની અસ્વસ્થતાની પણ ચિકિત્સા જરૂરી છે.
* આયુર્વેદ અનુસાર
ખીલનાં કારણો :
આહાર સંબંધિત કારણો :
- વધુ પડતો તીખો, તળેલો ખોરાક લેવો.
- ઠંડો, વાસી, પેકડ્ ફૂડ, જંક ફૂડ
- અનિયમિત સમયે ભોજન
- માંસાહાર કરવો
લાઇફસ્ટાઇલ સંબંધિત
કારણો :
- રાત્રીના ઉજાગરા કરવા જેને કારણે સ્ટ્રેસ વધે
- બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ
માનસિક કારણો :
- વધુ પડતો મોબાઇલ, ટી.વી., આઇપેડનો ઉપયોગ
- સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ
- સ્ટ્રેસ એન્કઝાઇટીના કારણે ચયાપચય સંબંધિત અનિચ્છનીય પરીવર્તન
અન્ય કારણો
- તરૂણાવસ્થાજન્ય હોર્મોન્સ અસંતુલન
- ત્વચા પર કોસ્મેટિક્સનો વધુ પડતો ઉપયોગ
- ત્વચાની યોગ્ય સ્વચ્છતા ન રાખવી.
ઉપરોક્ત કારણોને લીધે પિત્ત, રક્ત, કફ/વાયુની દુષ્ટિ થાય છે જેને કારણે ત્વચા પર ખીલ થાય છે. ઘણી વખત યુવતીઓમાં માસિકની અનિયમિતતા પણ કારણભૂત બને છે, કેટલીક વખત સગર્ભાવસ્થાજન્ય હાર્મોન્સ અસંતુલનને કારણે કે આનુવંશિક કારણોને લીધે પણ ખીલ થતાં જોવા મળે છે. મુખ્યરૂપે પિત્ત-વાયુની દુષ્ટિ-રક્તને દૂષિત કરે છે અને માંસ ધાતુની દુષ્ટિને પરિણામે ચહેરા, ગળું છાતી કે પીઠ પર ખીલ થાય છે.
: ખીલનો આયુર્વેદિક ઉપચાર :
આયુર્વેદ પંચકર્મની શુદ્ધિકરણની પ્રક્રિયાઓ જેમ કે, વમન, વિરેચન ખીલની ચિકિત્સામાં ખૂબ ફાયદાકારક છે. ત્યારબાદ ઉચિત આવશ્યક પૂર્વકર્મ પછી ઓૈષધિય લેપનથી પણ લાભ થાય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શિરોધારા પણ મદદરૂપ થાય છે. હળદર, દારૂહળદર, ચંદન, સારિવા, મંજિષ્ઠા, આમળાં, ખેર, શતાવરી, અશોક જેવાં ઔષધો અને તેમાં યોગો પણ વિશેષ ફાયદો કરે છે.
: ખીલમાં ધ્યાનયોગ ચિકિત્સા :
શારીરિક-માનસિક સંતુલન-હોર્મોન્સના સંતુલન માટે, સ્ટ્રેસ-એન્કઝાઇટીથી મુક્ત થવા અને અંશત: ડિટોકિસફિકેશન માટે ખીલમાં ધ્યાનયોગ સહાયક નીવડે છે.
ત્રિકોણાસન, સર્વાંગાસન, વીરભદ્રાસન, ઉત્તાનાસન, જેવા યોગાસન અને પ્રાણાયામ- અનુલોમ, વિલોમ, કપાલભાતિ વગેરે ખીલમાં ટ્રીટમેન્ટ સાથે વધુ ઝડપી પરિણામ આપે છે. નિયમિત ધ્યાન દ્વારા હાર્મોન્સનું સંતુલન રહે છે અને તનાવ દૂર થાય છે.
ખીલમાં આટલું જરૂર ધ્યાન રાખવું:
ભોજનમાં સુપાચ્ય આહાર, સલાડ, ફળો, નવશેકું પાણી લેવું.
તીખું, તળેલું, જંક ફૂડ, પેક્ડ ફૂડ, બહારનું ભોજન ન લેવું.
સમયસર પૂરતી 6-7 કલાકની ઉંઘ લેવી, ઉજાગરા ન કરવા
ખીલને દબાવવા કે ખંજવાળ ન કરવી.
મેક-અપ સાથે સૂઇ ન જવું, ત્વચાની યોગ્ય સફાઇ રાખવી.
વધુ પડતાં તડકા, ધૂળ, પ્રદૂષણથી બચવું. ખીલ  હંમેશા ચહેરાની ત્વચાનાં કારણે ઉત્પન્ન થતી સમસ્યા નથી. ત્વચા સ્વાસ્થ્યની સાથે સાથે હોર્મોન્સ અસંતુલન પણ ઘણા ખરા અંશે જવાબદાર હોય છે ભોજનમાં સુપાચ્ય આહાર, સલાડ, ફળો, નવશેકું પાણી લેવું.
તીખું, તળેલું, જંક ફૂડ, પેક્ડ ફૂડ, બહારનું ભોજન ન લેવું.
સમયસર પૂરતી 6-7 કલાકની ઉંઘ લેવી, ઉજાગરા ન કરવા