વિરાટ કોહલીનો હૂરિયો: પોન્ટિંગે કહ્યું સન્માન આપોJanuary 04, 2019

સિડની તા.4
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે બેટિંગ કરવા ઉતરેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું હૂટિંગ કરનારા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના દર્શકોની નિંદા કરી છે. મયંક અગ્રવાલના આઉટ થયા બાદ કોહલી મેદાન પર ઉતોર્ય ત્યારે ઓસ્ટ્રેલિયન દર્શકોએ તેનું હૂટિંગ કર્યું. પોર્ટિંગે કહ્યું કે, ‘ જો તે (દર્શકો) હૂટિંગ કરી રહ્યાં હતા તો આ ખૂબ અપમાનજનક છે. મેં પર્થમાં પણ કહ્યું હતું કે, સન્માન કરતા શીખો.’
જણાવી દઇએ કે, આ સીરીઝમાં એડિલેડ ટેસ્ટ દરમ્યાન પણ કોહલીનું હૂટિંગ કરાયું હતું. અગાઉ 2012માં પણ સિડની ટેસ્ટમાં દર્શકોને કોહલીનું હૂટિંગ કર્યું હતું. તે સમયે વિરાટને મેચ ફીના 50 ટકા ગુમાવવા પડ્યા હતા. કારણ કે, તેને દર્શકો તરફ આંગળી દેખાડી દીધી હતી. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. હવે ફરી એકવાર સિડનીમાં ભારતીય કેપ્ટનને દર્શકોના નિરાદરનો સામનો કરવો પડ્યો છે. વિરાટે 20148માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં એજબેસ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટમાં દર્શકોના આવા વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય દર્શકોએ જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનનું હૂટિંગ કર્યું હતું.