પહાડ જેવડો સ્કોર ખડકી ભારતે દાવ કર્યો ડિક્લેરJanuary 04, 2019

 મયંક અગ્રવાલ (77) અને રવીન્દ્ર જાડેજા (81) પણ ખીલ્યા
સિડની તા.4
ભારત વિરૂદ્ધ ચાર મેચની સીરીઝના અંતિમ ટેસ્ટના બીજા દિવસે રમત પૂર્ણ થતાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 24 રન બનાવ્યાં છે. માર્ક્સ હેરિસ 19 અને ઉસ્માન ખ્વાજા 5 રને રમી રહ્યાં છે. આ પહેલાં ભારતે 7 વિકેટ ગુમાવી 622 રને પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતો. ઋષભ પંતે તેની કેરિયરની બીજી ટેસ્ટ સદી બનાવી હતી, જોકે ઓસ્ટ્રેલિયામાં આ તેની પહેલી સદી છે. જયારે જાડેજા સદી બનાવતા ચૂકી ગયો છે. જાડેજા 81 રન બનાવી આઉટ થયો હતો. ભારતે સિડનીમાં
(અનુસંધાન પાના નં.8)
ચોથીવાર એક ઈનિંગમાં 600થી વધારે રન બનાવ્યા છે. આ પહેલાં જાન્યુઆરી 2008માં 500થી વધારે રન બનાવ્યા હતા. ત્યારે ભારતે 532 રનનો સ્કોર કર્યો હતો. આ પહેલાં ભારતે જાન્યુઆરી 1986માં 4 વિકેટ પર 600 રન બનાવીને ઈનિંગ જાહેર કરી હતી. જાન્યુઆરી 2008માં 7 વિકેટ પર 705 રન બનાવીને ઈનિંગ જાહેર કરી હતી. જોકે આજે પુજારા ડબલ સેન્ચ્યુરીથી માત્ર સાત રન દૂર 193 રને આઉટ થઈ ગયો છે. ભારતીય ટીમે સિડનીમાં 14 વર્ષ પછી ટેસ્ટમાં 500 કરતાં વધુ રન બનાવ્યા છે.
એશિયાની બહાર બે સદી ફટકારનાર પહેલો ભારતીય વિકેટકિપર
ઋષભ પંતે એશિયાની બહાર બે વાર સદી ફટકારનાર ભારતના પહેલાં વિકેટકિપર છે. તેના પહેલાં વિજય માંજરેકરે 1959માં વેસ્ટઈન્ડિઝ સામે 118, 2002માં અજય રાત્રાએ વેસ્ટઈન્ડિઝ સામે 115, 2016માં ઋષિમાન સાહાએ વેસ્ટઈન્ડિઝ સામે 104 રન બનાવ્યા હતા.
પુજારાનો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે સ્કોર
પુજારાનો ઓસ્ટ્રેલિયામાં આ સૌથી વધારે સ્કોર છે. આ પહેલાં તેનો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે સ્કોર 123 રન હતો. જે તેણે એડિલેટમાં બનાવ્યો હતો. પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રીજીવાર 150થી વધારે રનની ઈનિંગ રમી છે. આ પહેલાં તેણે માર્ચ 2013માં હૈદરાબાદમાં 204 અને માર્ચ 2017માં 202 રનની ઈનિંગ રમી હતી.
દ્રવીડને બરાબર પહોંચ્યા પુજારા
પુજારા ત્રીજા નંબરે બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં 150થી વધારે રન બનાવનાર બીજા ભારતીય બન્યા છે. આ પહેલાં માત્ર રાહુલ દ્રવીડ જ ત્રીજા નંબરે બેટિગં કરીને ઓસ્ટ્રેલિયામાં 150 કરતાં વધુ રન બનાવી શક્યા છે. દ્રવીડે 2003માં એડિલેટ ટેસ્ટમાં 233 રનની ઈનિંગ રમી હતી.
પુજારાની ત્રણેય ડબલ સદી માત્ર ભારતમાં
પુજારાએ અત્યાર સુધી ત્રણ ડબલ સેન્ચ્યુરી લગાવી છે. તેણે તેની ત્રણેય ડબલ સેન્ચ્યુરી ભારતમાં જ લગાવી છે. પુજારાએ પહેલી ડબલ સેન્ચ્યુરી ઈંગ્લેન્ડ સામે નવેમ્બર 2012માં અમદાવાદમાં કરી હતી. ત્યારપછી ઓસ્ટ્રેલિયા સામે માર્ચ 2013માં હૈદરાબાદમાં કરી હતી અને ત્રીજી ડબલ સેન્ચ્યુરી માર્ચ 2017માં 200 રનની ઈનિંગ રમી હતી.